PHOTOS: ગજબનું દિમાગ આ 17 વર્ષના ખેડૂત પુત્રનું... પિતાની મોટી સમસ્યા આંખના પલકારામાં દૂર કરી

Sun, 20 Dec 2020-4:34 pm,

વાત જાણે એમ છે કે રતલા જિલ્લાના ગામ બરવનખેડીમાં એક ખેડૂત પિતા વિક્રમ સિંહના 17 વર્ષના પુત્ર વિકાસે મોબાઈલ અને ઈન્ટરનેટનો યોગ્ય ઉપયોગ કરીને પિતાને મોટી મદદ કરી છે. 

આ ચીજ એક પ્રકારે ગન જેવું કામ કરે છે પરંતુ તેનાથી કોઈને કોઈ પણ પ્રકારનું જોખમ નથી. આ એક પ્લાસ્ટિકની સાઉન્ડ ગન છે જેના જોરદાર અવાજથી દૂર ઊભેલા નીલગાયના ઝૂંડ ડરીને ભાગી જાય છે. 

ખેડૂત વિક્રમ સિંહે જણાવ્યું કે તેમનો 17 વર્ષનો પુત્ર વિકાસ 7માં ધોરણમાં ભણે છે. લોકડાઉનના કારણે શાળાઓ તો બંધ થઈ ગઈ પરંતુ તે ઘરે જ અભ્યાસ કરતો હતો. આ દરમિયાને તેને જે પણ સમય મળતો હતો તે દરમિયાન તે પિતાને ખેતરમાં મદદ કરતો હતો. તેણે પતેના પિતાને પરેશાની સામે ઝઝૂમતા જોયા. નીલગાય તેના પિતાનો બધો પાક તબાહ કરી નાખતી હતી. જેના કારણે તેના પિતાએ આખો દિવસ રાત ખેતરમાં જ રહેવું પડતું હતું. 

આવામાં 17 વર્ષના વિકાસે મોબાઈલ ઈન્ટરનેટની મદદ લીધી અને એક એવી ચીજ શોધી કાઢી કે જેનો ઉપયોગ જોખમભર્યો જરાય નથી અને સરળતાથી ઓછી મહેનતે નીલગાયના ઝૂંડને દૂર સુધી ભગાડી શકાય છે. વિકાસે આ માટે પિતાની મદદ લઈને આ સાધન તૈયાર કર્યું. 

વિકાસે જણાવ્યું કે તેણે પ્લાસ્ટિકના 2 અલગ અલગ આકારના લાંબા પાઈપથી એક ગનની જેમ દેખાતી વસ્તુ તૈયાર કરી. જેમાં ગેસ વેલ્ડિંગમાં કામમાં આવતા કાર્બેટનો ઉપયોગ કર્યો. કાર્બેટને થોડું પાણીમાં ભીંજવીને રિએક્શનથી નીકળેલા ગેસમાં લાઈટરની ચિંગારીથી ધડાકો કરી શકાય છે. જેમાં ખુબ મામૂલી ધડાકો થાય છે પરંતુ તેની ડિઝાઈનના કારણે અવાજ ખુબ મોટો આવે છે. જેનાથી ખેતરની નજીક આવતા પહેલા જ નીલગાયનું ઝૂંડ ભાગી જાય છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link