લોહાણા સમાજની અનોખી ભક્તિ, જલારામ બાપાની જયંતીએ 225 કિલોનો મહાકાય લાડુ બનાવ્યો

Fri, 08 Nov 2024-9:14 am,

સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 225મી જન્મ જયંતીની પૂર્વસંધ્યાએ ભૂજના રસિક કતિરા પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ વખત 225 કિલાનો બુંદીના લાડુ પ્રસાદ તરીકે બનાવવામાં આવ્યો હતો. તો સર્વે જ્ઞાતિજનોએ આ વિશાળ લાડુના દર્શન પણ કર્યા હતા. સંત શિરોમણી શ્રી જલારામ બાપાના સૂત્ર દેને કો ટુકડા ભલા લેને કો હરીનામને સાર્થક કરતા સંત શિરોમણી જલારામ બાપાની પરોપકારની ભાવનાને પ્રજ્વલિત રાખનાર રઘુવંશી સમાજ દ્વારા દર વર્ષે જલારામ બાપાની જન્મ જયંતિની ધાર્મિક પૂજન અર્ચન સાથે ભવ્ય ઉજવણી તો કરવામાં આવે જ છે. સાથે સાથે દર વર્ષે અનોખી રીતે અને કંઇક વિશિષ્ટ કરવાની ભાવના સાથે આયોજન કરવામાં આવતું હોય છે.

કારતક સુદ સાતમ એટલે કે આવતી કાલે સંત શિરોમણી જલારામ બાપાની 225મી જન્મજયંતી છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ ભુજ લોહાણા મહાજન દ્વારા અનોખુ આયોજન કરવામાં આવ્યું છે. ભુજ લોહાણા મહાજનના મંત્રી હિતેશ ઠક્કર, ઉપપ્રમુખ ઘનશ્યામ ઠકકરને જલારામ બાપાની 225 મી જન્મજયંતિ નિમિતે વિશિષ્ટ કરવાનો વિચાર આવ્યો અને ગત વર્ષે 224 કિલોનો બાપાને પ્રિય બાજરાનો રોટલો બનાવવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે 225 કિલોનો બુંદીનો વિશાળ લાડુ બનાવવાનો વિચાર આવ્યો છે.જેમાં ભુજ લોહાણા મહાજનના તમામ હોદ્દેદારો અને કારોબારી સમિતીએ પણ સમર્થન આપ્યું હતું.

આ 225 કિલોના બુંદીના લાડુમાં 75 કિલો બેસન, 60 કિલો ઘી, 30 કિલો તેલ, 50 કિલો ખાંડ ,10 કિલો ડ્રાય ફ્રુટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ લાડુ 4 ફૂટ પહોળો અને 2.5 ફૂટ ઊંચો છે. જેને બનાવતા 1 કલાકનો સમય લાગ્યો છે જ્યારે તેને 6 કલાક જેટલો સમય સંચામાં રાખવામાં આવ્યો હતો જેથી તે એક ચોક્કસ આકારમાં રહી શકે.

225 કિલોના આ મહાકાય બુંદીના લાડુને સાંજે 6.30થી રાત્રિના 11 વાગ્યા સુધી સર્વ સમાજ માટે દર્શન માટે ખુલ્લો રાખવામાં આવશે.સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મ જયંતી પ્રસંગે 225 કિલોનો મહાકાય બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.આ લાડુ જીતુભાઇ ઠક્કરે 2 કલાકની જહેમત બાદ તૈયાર કર્યો છે. વિશાળ લાડુ માટે ખાસ મોટી સાઈઝનો ઢાંચો પ્રશાંત સોલગામા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.આ વિશાળ લાડુને આજે તમામ સમાજના લોકો માટે સાંજે દર્શન માટે ખુલ્લો મુકવામાં આવશે અને ત્યાર બાદ સંગીતમય મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.  

વિશાળ લાડુનો પ્રસાદ ગરીબોને પણ આપવામાં આવશે. સંત જલારામબાપાનો જન્મ 4,નવેમ્બર 1799ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. જલારામ બાપા હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા હતા અને આજે પણ વીરપુરમાં જલારામ અન્નક્ષેત્ર ચાલે છે  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link