લોહિયાળ હતો ગુજરાતનો 28 જાન્યુઆરીનો ઈતિહાસ : બળદ ગાડામાં કાપીને મૂક્યા હતા 80 ધડ વગરના માથા
જુનાગઢના નાક સમાન ગણાતાં અને મેંદરડાની નજીક આવેલા કનડા ડુંગર ઉપર આજથી 135 વર્ષ પહેલા 1883ની 28મી જાન્યુઆરી એ દિવસે જુનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી. પરંતુ ગાડામાં ભરેલો સામાન કંઇક અલગ જ પ્રકારનો હતો. ગાડાઓમાંથી વહેતું રક્ત રસ્તાઓને લાલ-તરબોળ કરી રહ્યું હતું. તમને આ સાંભળીને કમકમાટી ઉપજી જશે કે, તે ગાડામાં 80થી વધુ ધડ વગરના મસ્તક હતા. જે મહીયા રાજપૂતોના હતા. બન્યુ એમ હતું કે, જુનાગઢના મહીયા રાજપૂતોઓએ અંગ્રેજ હકુમત દ્વારા જમીન ઉપરનો મહેસુલી કરનો વિરોધ કર્યો હતો. આ માટે તેઓ સત્યાગ્રહ પર બેઠા હતા. તેથી આ રાજપૂતોને જુનાગઢના નવાબની ફોજે દગાબાજીથી મોતને ઘાટ ઉતાર્યા હતા અને તેમના માથા વાઢીને એક ગાઢામાં ભરીને તેમને જુનાગઢ મોકલ્યા હતા. ઉતારી દીધા હતા. અને માથાવાઢી ગાડા ભરીને જુનાગઢ લઈ જવાયા હતા.
મહિયા રાજપૂતે એટલે ખમી, લડવૈયા પ્રજાતિ. તેથી તેમના સાહસને પારખી ગયેલા જુનાગઢના બાબી વંશના નવાબ શેરખાને તેમને પોતાની સેનામાં સ્થાન આપ્યું હતું. પંરતુ 19મી સદીની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં બ્રિટિશર્સનું આગમન થયું હતું. અંગ્રેજો આવતા જ નવાબ શેરખાન તેમના ખોળામાં જઈને વસ્યા. બસ, ત્યારથી જ નવાબ અને મહીયા રાજપૂતો વચ્ચે તિરાડ પડી હતી. અંગ્રેજોએ 1857ના વિપ્લવ બાદ મહિયા રાજપૂતો પર ભીંસ વધી હતી. અત્યાર સુધી જે મહિયા રાજપૂતો નવાબની સેનામાં સેવા કરતા હતા, હવે તેમની પાસેથી જમીન વેરો વસૂલાતો હતો. મહીયાઓએ તેનો વિરોધ કર્યો હતો. ત્યારે બંને વચ્ચે એક સાંજે સંઘર્ષ થયો હતો. જેમાં મહીયા રાજપૂતોનો કતેલઆમ કરાયો હતો. જેમાંથી 80 મહીયાઓના ધડ અને માથા અલગ કરવામાં આવ્યા હતા. જેમાંથી ધડને ડુંગરની ટોચે રાખીને માત્ર માથા ગાડામાં ભરીને નીચે મોકલાયા હતા.
આ મહીયા રાજપૂતોની ખાંભીઓ આજે પણ જુનાગઢના કનડા ડુંગરની ટોચ પર આવેલી છે. 80થી વધુ ખાંભીઓ નિશાનીરૂપે બનાવાઈ છે. જ્યાં રાજપૂત સમાજ દ્વારા આ શહીદ સ્મારક પર અનેકવાર શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. દર 28મી જાન્યુઆરીએ મહિયા સમાજના લોકો કનડા પર આવે છે. સાત હરોળમાં ઉભેલી ખાંભીઓને સિંદુર લગાવે છે. દીવો પ્રગટાવીને ધજા ચઢાવે છે. પાઘડીનો છેડો ગળા ફરતે વીંટાળીને ખાંભી તરફ નમન કરે છે. આજે આ પાળીયા કાઠીયાવાડની ખમીરવંતી પ્રજાનું પ્રતિક બનીને ઉભા છે. પ્રખર ઈતિહાસકાર શંભુપ્રસાદ દેસાઈએ ‘કનડાના કેર’ નામથી આ હત્યાકાંડની નોંધ કરી હતી. તો સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ ‘કનડાને રિસામણે’ તરીકે તેને આલેખ્યું છે.