ક્રિકેટ ઈતિહાસના 3 એવા કેચ ડ્રોપ, જે સૌથી મોંઘા સાબિત થયા

Tue, 29 Jan 2019-7:15 am,

1999ના વિશ્વકમાં દક્ષિણ આફ્રિકાના ઓપનિંગ બેટ્સમેન હર્શલ ગિબ્સે સ્ટીવ વોનો એક આસાન કેચ છોડી દીધો અને તે સમયમાં જ્યારે ઓસ્ટ્રેલિયા વિશ્વકપના સુપર સિક્સના રાઉન્ડમાંથી બહાર થવાની હતી. તે સમયે વોએ ગિબ્સને કહ્યું, દોસ્ત તે વિશ્વકપ પાડી દીધો. 

વિવાદ તે ન હતો કે કેચ કેમ પડ્યો પરંતુ તે વાત સામે આવી કે શેન વોર્ને પહેલા કહી રાખ્યું હતું કે ગિમ્બે કેચ છોડશે અને તેમ થયું. બાદમાં શેન વોર્ને સફાઇમાં કહ્યું કે, તે ગિબ્સની જલ્દી ખુશી મનાવવાની વાતથી પરિચીત હતો અને તેના આધારે તેણે વાત કહી હતી. 

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ વિશ્વકપના સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકા બહાર થયું હતું. ઓસ્ટ્રેલિયાએ આ વિશ્વકપ પોતાના નામે કર્યો હતો. 

કોલકત્તામાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે મેચમાં એક એવો કેચ છૂટ્યો જે રનના મામલે સૌથી મોંઘો સાબિત થયો. તે કેચ હતો રોહિત શર્માનો, જેણે તે ઈનિંગમાં બેવડી સદી ફટકારી હતી. રોહિત શર્મા માત્ર 4 રનના વ્યક્તિગત સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો, જ્યારે તેનો કેચ થિસારા પરેરાએ છોડી દીધો હતો. 

મેચની શરૂઆતમાં રોહિત શર્માએ શ્રીલંકાના બોલર ઇરાંગાના બોલ પર થર્ડમેનની દિશામાં હવામાં શોટ ફટકાર્યો. થર્ડમેન પર ઉભેલા પરેરાએ આસાન કેચ છોડી દીધો. ઈડન ગાર્ડનમાં પરેરા દ્વારા છોડવામાં આવેલો કેચ રનનો મામલે સૌથી મોંઘો સાબિત થયો હતો. 

રોહિતે જીવનદાનનો ફાયદો ઉઠાવ્યો અને તેણે 264 રનની યાદગાર ઈનિંગ રમી હતી. જે એકદિવસીય મેચોમાં કોઈપણ બેટ્સમેનનો સર્વાધિક વ્યક્તિગત સ્કોર છે. 

આ રનના મામલે વિશ્વકપના મુકાબલાનો સૌથી મોંઘો કેચ હતો, જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર માર્લોન સૈમુઅલ્સે કીવી બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલનો એક આસાન કેચ છોડી દીધો હતો. આ મેચ હતી 2015ના આઈસીસી વિશ્વકપના ચોથા ક્વાર્ટર ફાઇનલની જેમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી હતી. 

વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર જેરોમ ટેલરના બોલ પર ગુપ્ટિલે સ્કેવર લેગ પર ઉભેલા સૈમુઅલ્સના હાથમાં કેચ આપ્યો પરંતુ તેણે છોડી દીધો હતો. માત્ર 4 રનના વ્યક્તિગત સ્કોર પર ગુપ્ટિલને જીવનદાન મળ્યું, તેણે આ કેચનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. ગુપ્ટિલે ત્યારબાદ અણનમ 237 રન ફટકાર્યા જે વિશ્વકપમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. ન્યૂઝીલેન્ડે આ મેચ 143 રનથી જીત્યો હતો અને વિશ્વકપના સેમીફાઇનલમાં જગ્યા બનાવી હતી.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link