25 કર્મચારી કોઈ HR નહીં અને 30 લાખ કરોડની કંપની, 100 કરોડ છે યૂઝર્સ

Wed, 02 Oct 2024-7:05 pm,

તમે અત્યારસુધીમાં ઘણી બધી કંપનીઓ અને સ્ટાર્ટઅપ અંગે સાંભળ્યું હશે. જ્યાં કંપનીમાં નોકરીમાં ભરતી માટે HR હોય છે. આજે અમે તમને એક એવી કંપની અંગે જણાવી રહ્યાં છીએ ત્યાં HR જ નથી. 

એટલું જ નહીં આ કંપનીનું માર્કેટ કેપ લગભગ 25 લાખ કરોડ રૂપિયા છે. કંપનીમાં 30 કર્મચારીઓ નોકરી કરે છે.   

હર્ષ ગોયેન્કા એક જાણિતા બિઝનેસમેન છે. જેઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. હાલમાં જ તેમને એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને ટેલીગ્રામના ઓપેરશન અંગેની વિગતો શેર કરી છે.   

બિઝનેસમેન ગોયેન્કાએ જમાવ્યું છે કે દુનિયામાં એક એવી કંપની પણ છે જેનું માર્કેટ કેપ 25 લાખ કરોડ રૂપિયા છે પણ આ કંપનીમાં એક પણ વ્યક્તિ એચઆરનો નથી.   

બિઝનેસમેન ગોયેન્કા પોતાની પોસ્ટ પર જણાવી રહ્યાં છે કે હાલમાં ધરપકડ કરાયેલા Pavel Durovની કંપની Telegramના એક બિલિયન યૂઝર્સ છે.   

ગોયેન્કાએ પોસ્ટમાં વિગતો આપી છે કે Telegramની માર્કેટ કેપ એ 30 બિલિયન અમેરિકી ડોલર એટલે લગભગ 25 લાખ કરોડ રૂપિયા છે. 

ગોયેન્કાએ જણાવ્યું છે કે Telegram પર ક્યારેય કોઈ પણ પ્રકારની જાહેરાત આવતી નથી. ફક્ત 30 જ કર્મચારીઓ અહીં કામ કરે છે. 

ટેલીગ્રામના સ્થાપક Pavel Durov જ ટોપ ટેલેન્ટેડ વ્યક્તિઓને શોધે છે અને એમને રિક્રૂટ કરે છે. આજે એમની એપ વિશ્વભરમાં જાણીતી છે. 

Pavel Durovની હાલમાં ધરપકડ થઈ હતી. જેની હલચલ દુનિયાભરમાં જોવા મળી હતી. એમની ધરપકડ ફ્રાંસમાં કરવામાં આવી હતી અને એમની પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link