IPO News: 2 દિવસમાં 35 ગણો સબસ્ક્રિપ્શન, આજે રોકાણ કરવાની છેલ્લી તક, ગ્રે માર્કેટમાં પણ જોરદાર તેજી

Wed, 08 Jan 2025-1:05 pm,

આ IPO પર રોકાણ કરવાનો આજે એટલે કે 08 જાન્યુઆરીના રોજ છેલ્લો દિવસ છે,  પહેલા જ બે દિવસમાં કંપનીના IPO 35 ગણો સબ્સક્રાઈબ થયો હતો.   

સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ IPOને સૌથી વધારે રિટેલ કેટેગરમાં સબ્સક્રાઈબ કર્યો છે, બન્ને દિવસમાં રિટેલ કેટેગરીમાં 33.97 ગણો સબ્સક્રાઈબ મળ્યો છે, જ્યારે ક્યૂઆઈબીમાં 4.63 અને એનઆઈઆઈમાં 80.38 ગણો સબ્સક્રિપ્શન મળ્યું છે. જણાવી દઈએ કે IPO 6 જાન્યુઆરીના રોજ ખુલ્યો હતો. 

કંપનીના આઈપીઓની સાઈઝ 410.05 કરોડ રૂપિયા છે. આઈપીઓમાં ફ્રેશ ઈશ્યુ દ્વારા અને ઓફર ફોર સેલ દ્વારા શેર જાહેર કર્યા છે. ફ્રેશ ઈશ્યુ દ્વારા કંપની 1.50 કરોડ શેર અને ઓફર ફોર સેલ દ્વારા કંપની 1.43  કરોડ શેર જાહેર કરશે. એન્કર રોકાણકારો દ્વારા કંપનીએ 123 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. એન્કર રોકાણકારો માટે આ IPO 3 જાન્યુઆરીના રોજ ખુલ્યો હતો. 

સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ IPOની પ્રાઈસ બેંડ 133 રૂપિયા પ્રતિ શેરથી 140 રૂપિયા પ્રતિ શેર નક્કિ કરવામાં આવ્યા છે, કંપનીએ 107 શેરનો એક લોટ બનાવ્યો છે. જેના કારણે રોકાણકારોને એક લોટ માટે 14980 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જણાવી દઈએ કે IPOની લિસ્ટિંગ BSE અને NSEમાં 13 જાન્યુઆરીના રોજ થશે.   

ઈનવેસ્ટર્સ ગેનના રિપોર્ટ મુજબ ગ્રે માર્કેટમાં કંપનીની સ્થિતિ જોરદાર નજર આવી રહી છે. આઈપીઓ આજે 96 રૂપિયાના પ્રિમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. કંપનીના GMPમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે સૌથી વધારે GMP 4 જાન્યુઆરીના રોજ હતો. ત્યારે IPO 97 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. 

નોંધ: આ કોઈ રોકાણની સલાહ નથી, શેર બજારમાં રોકાણ કરવું જોખમ ભરેલું છે, રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી  જરૂરી છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link