4 એવા વર્તમાન ક્રિકેટર જેની પત્નીઓ પણ ખેલાડી છે

Wed, 13 Feb 2019-7:10 am,

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ 9 ડિસેમ્બર 2016ના બાસ્કેટ બોલ ખેલાડી પ્રતિમા સિંહ સાથે લગ્ન કર્યા હતા. ઇશાંત શર્માની પત્ની એક બાસ્કેટબોલ ખેલાડી છે. વર્તમાનમાં ઇશાંત ટીમ ઈન્ડિયા તરફથી ટેસ્ટ મેચોમાં રમે છે. 

વારાણસીમાં રહેતી પ્રતિમા સિંહે ભારતીય બાસ્કેટબોલ ટીમનું વિભિન્ન આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાં એશિયન ગેમ્સ પણ સામેલ છે. 28 વર્ષીય પ્રતિમા ભારતીય મહિલા બાસ્કેટબોલ ટીમની પૂર્વ કેપ્ટન પણ છે. તે ખેલાડીઓના પરિવાર સાથે સંબંધ રાખે છે. બાસ્કેટબોલમાં સિંહ બહેનો નામથી જાણીતી પ્રતિમા પાંચ બહેનોમાં સૌથી નાની છે. તેની બહેનો દિવ્યા, પ્રશાંતી, આકાંક્ષા અને પ્રિયંકા પણ બાસ્કેટબોલ ખેલાડી છે અને તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચુકી છે. વારાણસીમાં તેના પરિવારને ભારતની બાસ્કેટબોલ ફેમેલી કહેવામાં આવે છે. 

પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક અને ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. બંન્નેના લગ્ન ખુબ ચર્ચામાં રહ્યાં હતા. સાનિયાનો જન્મ ભારતના હૈદરાબાદમાં થયો હતો. તેણે ટેનિસમાં અનેક ટાઇટલ પોતાના નામે કર્યા છે, જેમાં ગ્રાન્ડસ્લેમ પણ સામેલ છે. ભારતમાં તેણે ટેનિસને એક નવી ઓળખ અપાવી છે. 

 

શોએબ મલિક પાકિસ્તાન ટીમનો ઓલરાઉન્ડર છે. તેણે પોતાનું આંતરરાષ્ટ્રીય પર્દાપણ વર્ષ 1999માં કર્યું હતું. હાલમાં શોએબ પાકિસ્તાન ટીમનો સૌથી અનુભવી ખેલાડી છે. તેણે એક બોલર તરીકે પર્દાપણ કર્યું હતું પરંતુ તે એક બેટ્સમેન તરીકે વધુ સફળ થયો છે. 

ઓસ્ટ્રેલિયાની ખેલાડી મિચેલ સ્ટાર્ક અને એલિસા હીવીએ 15 એપ્રિલ 2016માં લગ્ન કર્યા હતા. બંન્ને ઓસ્ટ્રેલિયાના જાણીતા ક્રિકેટર છે. સ્ટાર્ક ફાસ્ટ બોલર છે તો હીવી વિકેટકીપર બેટ્સમેન છે. 

 

ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે વિશ્વકપ 2015માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેણે 22 વિકેટ ઝડપી હતી. તેણે ઓસ્ટ્રેલિયાને વિશ્વ વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. તેના આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો. તો બીજીતરફ એલિસા હીલીએ ટી20 વિશ્વકપ 2018માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હીલીએ આ વિશ્વકપમાં 225 રન બનાવ્યા હતા. તેને પોતાના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો. સૌથી સરપ્રદ વાત તે છે કે સ્ટાર્ક અને એલિસા એતમાત્ર એવા દંપતી છે, જેણે આ ટાઇટલ જીત્યું છે. 

ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. વર્તમાનમાં દિનેશ કાર્તિક ભારતીય ટીમમાં સ્થાપિત ખેલાડી છે જ્યારે તેની પત્ની દીપિકા પલ્લીકલ સ્ક્વૈશ ખેલાડી છે. ભારતમાં ક્રિકેટ ખૂબ લોકપ્રિય રમત છે, જ્યારે તેના મુકાબલે સ્ક્વૈશની લોકપ્રિયતા ઓછી છે. તેથી ભારતીય સ્ટાર ખેલાડી દીપિકા પલ્લીકલ પોતાના પતિ દિનેશ કાર્તિકની તુલનામાં ઓછી જાણીતી છે. પરંતુ સ્ક્વૈશ જગતમાં તે ઘણી લોકપ્રિય છે. 

 

સ્ક્વૈશ સ્ટાર દીપિકા પલ્લીકલ મહિલા વિશ્વ રેન્કિંગમાં ટોપ-10માં પહોંચનારી પ્રથમ ભારતીય છે. દીપિકા પલ્લીકલ વર્ષ 2011માં ચર્ચામાં આવી, જ્યારે તેણે ત્રણ ટાઇટલ જીત્યા અને કરિયરની સર્વોચ્ચ રેન્કિંગ હાસિલ કરી હતી. તેણે ડિસેમ્બર 2012માં સર્વોચ્ચ 10મી રેન્કિંગ હાસિલ કરી હતી. તે વર્ષ 2012માં ભારતના બીજા સૌથી મોટા રમત પુરસ્કાર, અર્જુન એવોર્ડથી સન્માનિત થનારી પ્રથમ મહિલા સ્ક્વૈશ ખેલાડી બની હતી. 

 

જો દિનેશ કાર્તિકના કરિયરની વાત કરીએ તો તેણે 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. તેનું કરિયર અપ-ડાઉન રહ્યું છે. તે ટીમમાં નિરંતર જગ્યા બનાવવામાં અસફળ રહ્યો છે. ગત વર્ષે શ્રીલંકામાં રમાયેલી નિદહાસ ટ્રોફી બાદ તેને ફરી ટીમમાં નિયમિત સ્થાન મળ્યું છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link