US: ટ્રમ્પ સમર્થકોએ સંસદને બંધક બનાવવાની કરી કોશિશ, આ PHOTOS એ દુનિયાને કરી સ્તબ્ધ
ચૂંટણીના પરિણામો પર અમેરિકી સંસદની બોલાવવામાં આવેલી બેઠક અગાઉ ટ્રમ્પ સમર્થકોની ભીડ વ્હાઈટ હાઉસ અને અમેરિકી કેપિટલ ભવન બહાર ભેગી થઈ ગઈ. ટ્રમ્પ સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગ પર હોબાળો પણ કર્યો. અહીં પોલીસ સાથે ઝપાઝપીના પણ સમાચાર છે. મીડિયા રિપોર્ટ મુજબ યુએસ કેપિટલમાં થયેલી હિંસામાં એક મહિલા સહિત ચાર નાગરિકોનું મોત નિપજ્યું છે.
(Photo credit: US Media)
અમેરિકામાં આ તસવીરો જોઈને લોકતંત્ર શર્મસાર થયું છે.
(Photo credit: Reuters)
અમેરિકી લોકતંત્રને શરમાવી દે તેવી આ તસવીર છે.
(Photo credit: US Media)
ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ છેલ્લા 10 કલાકમાં જે પણ કઈ કર્યું તેને કોઈ અમેરિકી યાદ રાખવા ઈચ્છશે નહીં.
(Photo credit: US Media)
હાલાત કાબૂમાં કરતા કરતા અમેરિકી પ્રશાસનને કંઠે પ્રાણ આવી ગયા.
(Photo Credit: ABC)
સમર્થકોના હોબાળાની આ તસવીર પણ વાયરલ થઈ રહી છે.
(Photo credit: US Media)
વિદેશના અનેક નેતાઓએ વોશિંગ્ટનમાં થયેલી હિંસા અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.
(Photo credit: US Media)
ટ્રમ્પ સમર્થકો એટલા બધા બેકાબૂ બની ગયા હતા કે દરેક જણ દંગ રહી ગયા હતા.
(Photo credit: US Media)
વોશિંગ્ટન ડીસી સ્થિત કેપિટલ હિલમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ ખુબ હોબાળો મચાવ્યો. જ્યારે ભારતમાં મોડી રાત હતી ત્યારે ટ્રમ્પના સમર્થકો હથિયારો લઈને કેપિટલ હિલમાં દાખલ થયા અને તોડફોડ કરી. સેનેટરોને બહાર કર્યા અને કબ્જો જમાવ્યો.
(Photo credit: US Media)
આ સમગ્ર ઘટના અંગે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવેલા જો બાઈડેને કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આહ્વાન કરું છું કે તેઓ પોતાની શપથ પૂરી કરે અને બંધારણની રક્ષા કરે અને આ ઘેરાબંધીને સમાપ્ત કરવાની માગણી કરે. બાઈડેને કહ્યું કે હું સ્પષ્ટ કરી દઉ કે કેપિટલ બિલ્ડિંગ પર જે હંગામો અમે જોયો તેવા અમે નથી. આ કાયદાનને ન માનનારાની મર્યાદિત સંખ્યા છે. બાઈડેને કેપિટલ બિલ્ડિંગ પર થયેલા હંગામાને રાજદ્રોહ ગણાવ્યો.
(Photo credit: US Media)
જો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. તેમણે સમર્થકોને શાંતિપૂર્ણ પ્રદર્શનની અપીલ કરતા કહ્યું કે પ્રદર્શનમાં હિંસા થવી જોઈએ નહીં. યાદ રાખો આપણે કાયદો અને વ્યવસ્થાની પાર્ટી છીએ.
(Photo credit: US Media)
હોબાળા અને હિંસાના પગલે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પની ત્રણ ટ્વીટ રિમૂવ કરી જેમાં ટ્રમ્પે તેમના સમર્થકોને કરેલા સંબોધનનો પણ વીડિયો સામેલ છે. આ ઉપરાંત ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ 12 કલાક માટે લોક પણ કરી દીધુ. ટ્વિટર બાદ ફેસબુક અને યુટ્યૂબે પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધનવાળા વીડિયોને હટાવી દીધો.
(Photo credit: US Media)
(Photo credit: US Media)
(Photo credit: US Media)
(Photo credit: US Media)
(Photo credit: US Media)
(Photo credit: US Media)
(Photo credit: US Media)
(Photo credit: US Media)