Bloating and Acidity: સવારે પેટમાં બળતરા થતી હોય તો આ 4 લીલા પાન ચાવી લેવા, મિનિટોમાં બળતરા થશે શાંત
ફુદીનાના પાનને સવારે ચાવીને ખાવાથી પેટની બળતરા શાંત થાય છે. લીમડાના પાનમાં મેન્થોલ ગુણ હોય છે જે પેટની ગરમી અને બળતરા ને ઘટાડે છે. એસીડીટી મટાડવા માટે ફુદીનાના પાન ચાવીને ખાવા જોઈએ.
જાંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભકારક છે તેવી જ રીતે જાંબુના નાના અને કોમળ પાન પેટની સમસ્યાને દૂર કરે છે. પેટમાં જો બળતરા થતી હોય તો જાંબુના પાનને ચાવીને ખાવા જોઈએ. તેનાથી પેટની ગરમી શાંત થાય છે.
પેટની ગરમીને શાંત કરવા માટે તુલસીના પાન પણ ચાવીને ખાઈ શકાય છે. તુલસીના પાનમાં એવા ગુણ હોય છે જે પેટને ઠંડક આપે છે. સાથે જ તેમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઇનલેમેટ્રી ગુણ હોય છે. તેનાથી પેટની ગરમી તુરંત શાંત થાય છે.
લીમડાના પાનમાં પણ ઘણા બધા ગુણ હોય છે. સમસ્યા હોય તો રોજ સવારે લીમડાના બે પાન ચાવીને ખાઈ લેવા જોઈએ. ગરમીના દિવસોમાં લીમડાના પાન ચાવીને ખાવાથી પેટની ગરમી શાંત થાય છે અને શરીરને ઠંડક મળે છે.