Mangal Year 2025: મંગળ ગ્રહની 4 ચમત્કારી વસ્તુઓ વર્ષ 2025 માં ભાગ્ય ચમકાવી દેશે, ચારેતરફથી થવા લાગશે ધન લાભ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર તાંબુ મંગળની ધાતુ છે. તાંબામાં ઔષધીય ગુણ પણ હોય છે. તે અનેક રોગથી મુક્તિ અપાવવામાં મદદ કરે છે. નવા વર્ષમાં મંગળદોષને દૂર કરવા માટે તાંબાની વીંટી હાથમાં ધારણ કરી શકાય છે.
મંગળ ગ્રહનો શુભ રંગ લાલ છે. મંગળને પાવરફુલ બનાવવા માટે લાલ રંગનો ઉપયોગ કરી શકાય છે. જો તમે નવા વર્ષમાં મંગળ સંબંધિત સમસ્યાને દૂર કરવા માંગો છો તો હાથમાં લાલ દોરો બાંધવો.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહનો સંબંધ ગોળ સાથે પણ છે. જો નવા વર્ષમાં મંગળદોષ દૂર કરવો હોય તો દર મંગળવારે હનુમાનજીના મંદિરમાં ગોળનું દાન કરો.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જવ એવું અનાજ છે જેનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે. તે શરીરની ઉર્જા પ્રદાન કરે છે. જો પૈસા સંબંધિત સમસ્યા રહેતી હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે મંગળવારના દિવસે નદીમાં જવ વહાવી દેવા.