Foods For Uric Acid: વધેલા યુરિક એસિડને કંટ્રોલ કરે છે આ 4 સુપર ફૂડ, બસ યોગ્ય સમયે ખાવા જરૂરી
જો તમને કોફી પીવી પસંદ છે તો તમારા માટે આ વાત જાણવી જરૂરી છે. એક રિસર્ચ અનુસાર કોફી પીવાથી યુરિક એસિડ વધવાનું જોખમ ઘણી હદે ઘટાડી શકાય છે.
સફરજન એક સ્વાદિષ્ટ ફળ હોવાની સાથે સ્વાસ્થ્ય લાભ કરતું ફળ પણ છે. તેમાં રહેલું ફાઇબર યુરિક એસિડને અવશોષિત કરે છે. ત્યાર પછી તેને યુરિન મારફતે શરીરમાંથી કાઢે છે.
ગાઉટના દર્દીએ રોજ એક કેળું ખાવું જોઈએ. કેળામાં ખાસ પ્રકારના પોષક તત્વ હોય છે જે બ્લડમાં યુરિક એસિડનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.
સંતરા તેમજ લીંબુમાં વિટામીન સી અને સીટ્રિક એસિડ હોય છે. વિટામીન સી વધારે યુરિક એસિડને પેશાબના માધ્યમમાંથી શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં યુરિક એસિડનું સામાન્ય સ્તર જળવાઈ રહે છે.