44 વર્ષની અભિનેત્રીએ 2 વખત જીત્યો નેશનલ એવોર્ડ, લગ્ન પહેલા થઈ ગઈ હતી ગર્ભવતી, બાદમાં થયા છૂટાછેડા!

Fri, 22 Nov 2024-5:02 pm,

આ કોઈ અન્ય નહીં પરંતુ કોંકણા સેન છે. જે બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તેણે બે વખત નેશનલ એવોર્ડ જીત્યો છે અને કરિયરની શરૂઆતમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. પોતાની એક્ટિંગના દમ પર કોંકણા સેનએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી હતી. 

44 વર્ષની કોંકણા સેને ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે બંગાળી ફિલ્મ ઈન્દિરા (1993)થી કરિયરની શરૂઆત કરી હતી. પછી અભિનેત્રી તરીકે પણ તેણે બંગાળી ફિલ્મથી પર્દાપણ કર્યું. પરંતુ 2005માં તે સમય આવ્યો જ્યારે અભિનેત્રી ચારેતરફ છવાયેલી હતી. કારણ હતું મધુર ભંડારકરની ફિલ્મ પેજ 3. ત્યારબાદ અભિનેત્રીની ખુબ પ્રશંસા થઈ હતી. આગળ જતાં તેણે ઓમકારા, ટ્રાફિક સિગ્નલ, 7 ખૂન માફ, એક થી ડાયન, તલવારથી લઈને વેક અપ સિડ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.   

કોંકણા સેનની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેનો જન્મ 3 ડિસેમ્બર 1979માં થયો હતો. તેના પિતાનું નામ મૂકુલ શર્મા છે જે સાયન્સ રાઇટર અને પત્રકાર છે. તો કોંકણા સેનના માતા જાણીતા એક્ટ્રેસ અને ડાયરેક્ટર અપર્ણા સેન છે. તેની એક બહેન પણ છે. કોંકણાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો.   

કોંકણા સેનએ વર્, 2003માં મિસ્ટર એન્ડ મિસેઝ અય્યર માટે બેસ્ટ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ જીત્યો હતો. પછી 2007માં તેને ઓમકારા માટે પમ બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. માત્ર નેશનલ એવોર્ડ જ નહીં તેને ઈન્ટરનેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. 

કોંકણા સેનની લવલાઇફની વાત કરીએ તો વર્ષ 2007માં તે રણવીર શૌરી સાથે રિલેશનશિપમાં હતી. કપલે 3 સપ્ટેમ્બર 2010માં લગ્ન કર્યા. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે સેને પહેલા બાળકને 15 માર્ચ 2011ના જન્મ આપ્યો. ત્યારબાદ અફવાઓ ઉડી કે અભિનેત્રી લગ્ન પહેલા ગર્ભવતી થઈ ગઈ હતી. કોંકણા સેન અને શૌરીએ સપ્ટેમ્બર 2015માં અલગ થવાની જાહેરાત કરી હતી.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link