એક મહિનામાં ઘટી જશે લટકતી ચરબી, આજથી આ વસ્તુનું શરૂ કરો સેવન, જિમ જવાની નહીં પડે જરૂર!

Sat, 07 Sep 2024-5:18 pm,

પેટની લટકતી ચરબી કઈ રીતે ઘટાડવી? કઈ રીતે વજન ઘટાડવું? વજન ઘટાડવા માટે ઘરેલું ઉપાય? જિમમાં ગયા વગર કઈ રીતે વજન ઘટાડવું? આ તે સવાલ છે, જેનો જવાબ આજે દરેક બીજી વ્યક્તિ પૂછી રહી છે. કારણ કે મોટાપાએ આજે વિશ્વભરના દરેક બીજા વ્યક્તિને શિકાર બનાવી લીધો છે. મેદસ્વિતા આપણી સુંદરતા છીનવી રહ્યું છે, સાથે વજન વધવાથી ઘમી બીમારીના શિકાર બની જયા છે. પરંતુ આજે અમે કેટલાક એવા આયુર્વેદિક ઉપાયોની ચર્ચા કરીશું, જે મોટાપો ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

વજન ઘટાડવા માટે આયુર્વેદમાં મધને એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. ભલે તે સ્વાદમાં સ્વીટ હોય અને વજન ઘટાડનાર લોકોને સ્વીટ વસ્તુથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ મધની મિઠાસ ચરબી વધારવાની જગ્યાએ ઘટાડવાનું કામ કરે છે. તે સરળતાથી પચી જાય છે. આ સિવાય કફની સમસ્યા થવા પર ગળાને રાહત આપે છે. સવારે ખાલી પેટ મધનું સેવન સૌથી સારૂ માનવામાં આવે છે. દરરોજ સવારે ખાલી પેટ હુંફાળા પાણીમાં લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરી પીવાથી વજન ઝડપથી ઘટી શકે છે.

એન્ટી બાયોટિક ગુણોથી ભરપૂર હળદર અનેક સમસ્યાઓથી રાહત અપાવે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. હળદર કફને પણ ઘટાડે છે અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. તે જ સમયે, ઘણા ઓછા લોકો જાણે છે કે હળદરનું સેવન કરીને સ્થૂળતા પણ ઓછી કરી શકાય છે. આ માટે તમારે માત્ર એક ચમચી હળદરને મધમાં ભેળવીને દરરોજ તેનું સેવન કરવું પડશે.

આંબળાનું નિયમિત સેવન કરનાર લોકો તેના ગુણોને જાણતા હશે. તે વાત, પિત્ત અને કફ- ત્રણેય દોષોને સંતુલિત રાખે છે. આ સિવાય તે શરીરમાંથી ચરબી કાઢવાનું કામ કરે છે. તે ત્વચા અને વાળને સુંદર રાખે છે. દરરોજ તેનું સેવન કરવાથી ચહેરા પર તેજ આવે છે. આ સિવાય તે એસિડિટી અને વાળ ખરવાની સમસ્યા પણ દૂર કરે છે. સવારે ખાલી પેટ એક ચમચી મધની સાથે આંબળાનું સેવન કરવાથી મોટાપો દૂર થવા લાગે છે.  

આદુ પાચન ક્રિયા વધારવાનું કામ કરે છે. તે કફને સંતુલિત રાખે છે અને હાર્ટની સમસ્યા માટે સારો માનવામાં આવે છે. આદુનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ કરી શકાય છે. તેનું સેવન કરવા માટે, આદુને છીણી લો, તેને ગ્રીન ટી અથવા કોઈપણ હર્બલ હર્બમાં ઉમેરો, તેને સારી રીતે રાંધો અને પછી આ પાણીનું સેવન કરો. આ દિવસમાં બે વાર કરવું જોઈએ. આ ચા જમ્યાના એક કલાક પહેલા અથવા એક કલાક પછી પી શકાય છે.

જવ શરીરમાંથી વસા ઘટાડવા માટે એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેનાથી શરીરને પોષણ મળે છે. નિયમિત રૂપથી તેનું સેવન કરવાથી વજન તો ઘટે છે, સાથે કોલેસ્ટ્રોલ, પાચન ક્રિયા, યાદશક્તિ અને શારીરિક તાકાત પણ ઠીક થાય છે.

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link