Health Tips: આ 5 આયુર્વેદિક ઉપાયો બેડ કોલેસ્ટ્રોલને શરીરમાંથી કરી દેશે બહાર, નહીં આવે હાર્ટ એટેક

Sat, 21 Oct 2023-12:17 pm,

હળદર બેડ કોલેસ્ટ્રોલને શરીરમાંથી દુર કરવામાં મદદ કરી શકે છે. તેના માટે રાત્રે સૂતા પહેલા એક ચપટી હળદર પાવડર ઉમેરીને નવશેકા દૂધમાં ઉમેરી સેવન કરી શકો છો.  

લસણમાં સલ્ફર હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેના માટે એક કપ દૂધ અને એક ગ્લાસ પાણી મિક્સ કરી તેમાં લસણની કળીની પેસ્ટ ઉમેરી તેને ઉકાળો.  આ મિશ્રણ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

મેથીના દાણામાં ફાઈબર, પોટેશિયમ, આયરન અને અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. તમે દિવસમાં બે વખત એક ચમચી મેથીનો પાઉડર હૂંફાળા પાણી સાથે લઈ શકો છો.  

મધમાં એન્ટીઓક્સિડન્ટ તત્વો હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને વધતું રોકવામાં મદદ કરી શકે છે. તેના માટે એક કપ ગરમ પાણીમાં 1 ચમચી મધ, લીંબુનો રસ અને લીંબુનો રસ અથવા વિનેગરના થોડા ટીપાં મિક્સ કરીને પી શકો છો.  

આદુમાં જીંજરોલ નામનું તત્વ હોય છે. જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. તમે આદુને કાચું પણ ખાઈ શકો છો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link