વર્ષ 2018મા વનડેમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર ટોપ 5 બેટ્સમેન
આ વર્ષે વનડેમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારવાના મામલામાં શિખર ધવન પ્રથમ સ્થાને છે. શિખર ધવને આ વર્ષે ભારત માટે 19 વનડે મેચ રમી છે, જેમાં 897 રન બનાવ્યા છે. તેણે આ દરમિયાન 127 ચોગ્ગા ફટકાર્યા છે. (photo: PTI)
ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોની બેયરસ્ટો આ યાદીમાં બીજા સ્થાન પર છે. બેયરસ્ટોએ આ વર્ષે ઈંગ્લેન્ડ માટે 22 વનડે મેચ રમી છે, જેમાં તેણે 1025 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 124 ફોર ફટકારી છે.
ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ આ વર્ષે તમામ ફોર્મેટમાં સારૂ પ્રદર્શન કર્યું છે. કોહલીએ આ વર્ષે 14 વનડે મેચ રમી છે જેમાં તેણે 100થી વધુની એવરેજથી બેટિંગ કરતા 1202 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 123 ચોગ્ગા ફટકાર્યા છે. વર્ષ 2018મા ચોગ્ગા ફટકારવામાં તે ત્રીજા સ્થાને છે.
આ યાદીમાં ચોથા સ્થાન પર ભારતનો ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા છે. રોહિતે આ વર્ષે દમદાર પ્રદર્શન કર્યું છે. તેણે વર્ષ દરમિયાન 19 વનડે મેચ રમી જેમાં 1030 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 104 બાઉન્ડ્રી ફટકારી છે.
પાકિસ્તાનના ફખર જમાને આ વર્ષે વનડે ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જમાને વર્ષ 2017મા વનડે ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. ત્યારબાદ તેણે ખૂબ રન બનાવ્યા છે. આ વર્ષે ફખરે 17 વનડે મેચોમાં 875 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 101 બાઉન્ડ્રી ફટકારી છે. આ યાદીમાં તે પાંચમાં સ્થાને છે. ફજે 2018મા બે સદી અને છ અડધી સદી ફટકારી છે.
ફખરે પાકિસ્તાન માટે અત્યાર સુધી 26 વનડે મેચ રમી છે. તેણે 57.95ની એવરેજથી બેટિંગ કરતા વનડેમાં કુલ 1275 રન બનાવ્યા છે. તેણે પોતાના કરિયરમાં 3 સદી અને 8 અડધી સદી ફટકારી છે. તેનો વનડેમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 210 રનનો છે, જે તેણે આ વર્ષે ઝિમ્બાબ્વે વિરુદ્ધ બનાવ્યો હતો. ફખર જમાનના નામે વર્ષના સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ પણ નોંધાયેલો છે. આ વર્ષે ચોગ્ગા ફટકારનાર ટોપ-5 ખેલાડીઓમાં તે એકમાત્ર પાકિસ્તાની ખેલાડી છે.