Vaishno Devi: વૈષ્ણો દેવી નજીક આવેલા છે 5 સુંદર ફરવાલાયક સ્થળ, દર્શન પછી અહીં માણી શકો છો એડવેન્ચર એક્ટિવિટી
ઝજ્જર કોટલી કટરામાં છે. અહીં એક દિવસ પિકનિક કરવા જઈ શકાય છે. આ જગ્યા કટરાથી 15 કિલોમીટર દુર છે.
માનસાર લેક એક પ્રસિદ્ધ તીર્થ સ્થળ અને ફરવાલાયક સ્થળ પણ છે. આ જગ્યા પર્વત, જંગલ અને ઉદ્યાનોથી ઘેરાયેલી છે. આ જગ્યા કટરાથી 32 કિલોમીટર દુર છે.
બાગ એ બહુ કટરા પાસે ફરવાની અલગ જ જગ્યા છે. કટરાથી 45 કિમી દુર આ જગ્યા આવેલી છે. તવી નદીના કિનારે આ સ્થળ આવેલું છે. અહીં ભારતનું સૌથી મોટું પાણીની નીચે આવેલું માછલી ઘર છે.
કટરાથી પટનીટોપ જવા માટે લગભગ 2 કલાકનો સમય લાગે છે. આ જગ્યા સમુદ્રતળથી 6640 કિલોમીટર ઊંચે આવેલી છે. અહીંના નજારા અદ્ભુત હોય છે. આ જગ્યા પર તમે પેરાગ્લાઈડિંગ, ટ્રેકિંગ અને ગોલ્ફિંગ કરી શકો છો.
આ જગ્યાને મિની ગુલમર્ગ કહેવાય છે. કટરાથી 3 કલાક દુર આ જગ્યા આવેલી છે. તળાવ, પર્વત અને જંગલ વચ્ચે આવેલી આ જગ્યાએ ઉનાળામાં ફરવાની મજા જ કંઈ ઔર છે. અહીં અલગ અલગ એક્ટિવિટી પણ કરી શકાય છે.