સિંબાના આ પાંચ ડાયલોગ્ઝ કરી દેશે તમારું દિલ ખુશ

Mon, 03 Dec 2018-4:23 pm,

રણવીર સિંહની એક્શન ફિલ્મ `સિંબા`નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. હાલમાં રણવીર તેના લગ્નના કારણે ચર્ચામાં છવાયેલો છે. 

ટ્રેલરના સીન અને ડાયલોગ તમને 'સિંઘમ' ફિલ્મની યાદ અપાવી દે છે. ફિલ્મમાં રણવીર એક લાંચિયા પોલીસના રોલમાં છે. 

ફિલ્મનો એક ડાયલોગ છે `યે કલયુગ હૈ કલયુગ, યહાં લોગ બસ એક હી મતબલ કે લિયે જીતે હૈ. અપને મતલબ કે લિયે.` આમાં રણવીરનો સ્વાર્થી વ્યક્તિનો અંદાજ દેખાય છે. 

એક ડાયલોગમાં રણવીર ગુસ્સામાં કહે છે કે `મેં પુલિસવાલા બના પૈસા કમાને કો, રોબિન હુડ બનકે દૂસરોં કી મદદ કરને કો નહીં.`

ફિલ્મની વાર્તા એક રેપ પછી બદલાઈ જાય છે. આ સ્થિતિમાં એક પોલીસ રણવીરને કહે છે કે `સર જબ તક રેપિસ્ટ લોગો કો પુલીસવાલે ઠોકતે નહીં તબ તક નહીં બદલેગા કુછ ભી.`

ડાયલોગ સિવાય ફિલ્મમાં સારા અલી ખાનનો લુક પણ રોહિત શેટ્ટીની `સિંઘમ`ની કરીના કપૂરને મળતો આવે છે. સારાને ટ્રેલરમાં વધારે ફુટેજ તો નથી મળ્યું પણ તે ખૂબસુરત લાગી રહી છે. 

`સિંબા` આ વર્ષે 28 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મની સરપ્રાઇઝ છે ટ્રેલરના અંતમાં અજય દેવગણની એન્ટ્રી. (ફોટો સાભાર : ટ્રેલરમાંથી વીડિયો ગ્રેબ)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link