દવા વિના ઘટી જશે હાઇ કોલેસ્ટ્રોલ લેવલ, દરરોજ પલાળીને ખાવ 5 ડ્રાય ફ્રૂટ
બદામમાં વિટામિન ઈ, મેગ્નેશિયમ, ફાઈબર અને પ્રોટીન હોય છે. બદામમાં હાજર આલ્ફા-લિનોલેનિક એસિડ એક પ્રકારનું ઓમેગા-3 ફેટી એસિડ છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ, પ્રોટીન, ફાઈબર અને મેગ્નેશિયમ હોય છે. અખરોટ શરીરમાં શુગર લેવલને ઘટાડવામાં મદદ કરે છે જે કોલેસ્ટ્રોલ સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે.
કિસમિસમાં કુદરતી શુગર હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ સિવાય કિસમિસમાં વિટામિન સી, કેલ્શિયમ અને ફાઈબર પણ હોય છે.
કાજુમાં ફાઈબર, મેગ્નેશિયમ અને પ્રોટીન હોય છે. કાજુમાં રહેલા અનેક ગુણોને કારણે તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
ખજૂરમાં વિટામીન, ફાઈબર, એમિનો એસિડ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.