જાણો દુનિયાના આ 5 શહેરોને શા માટે કહેવાય છે Blue City
ટ્યુનેશિયામાં વધારે પડતા સફેદ અને બ્લૂ રંગ જોવા મળે છે.જેથી બુ સેઈડને જાદુઈ શહેર પણ કહેવામાં આવે છે.સફેદ રંગના મકાનોમાં ખાસ બ્લૂ રંગના દરવાજા અને બારી મુકવામાં આવ્યા છે.જે શહેરના જોતા આ ભવ્ય નજારો મનમોહક લાગે છે.આ શેહને બ્લુ સિટી એટેલ કહેવાય છે કે અહીં પ્રસિદ્ધ રહેવાસી અબુ મદાનના એક શિષ્યનો દરવાજો બનાવવામાં આવ્યો હતો.પરંતુ ફ્રાંસના એક કલાકર પર ચિત્રકામનું જુનુન સવાર હતું તેણે આ દરવાજાને બ્લૂ રંગ આપ્યો.ત્યારેથી આ શહેર બ્લૂ સિટી તરીકેની અલગ ઓળખ મેળવી
ગ્રીસ પ્રાચીન કાળથી જ વાદળી રંગનું શહેર રહ્યું છે.ગ્રીસમાં કોઈ એક વાદળી શહેરની પસંદગી કરવી ખુબજ મુશ્કેલ છે.પરંતુ ઓયા સૌથી વધુ લોકપ્રિય વાદળી શહેર છે.જેનો નજારો તમામ લોકોના મન મોહી લે છે.ગ્રીસના ધ્વજ માટે વાદળી રંગની પસંદગી કરવામાં આવે છે.વાદળી રંગ સૂર્યના કિરણોની ગરમીથી રક્ષણ આપે છે.જેને લૌલાકી નામના પદાર્થ અને ચુનાના મિશ્રણથી બનાવવામાં આવે છે.
મલાગા પાસે આવેલ સ્પેનનું આ નાનું ગામ વધુ પ્રખ્યાત નથી.પરંતુ અહીંના રંગો અને આકાર ખુબ જ પ્રભાવશાળી છે.જેથી આ ગામને સ્મર્ફ વેપજના નામથી ઓળખવામાં આવે છે.ખુબ જ મનમોહક અને આકર્ષક બનાવવા ગામને બ્લૂ રંગમાં પરિવર્તિત કરવામં આવ્યું હતું.વાસ્તવમાં આ ગામને ધ સ્મર્ફ 3D ફિલ્મ માટે વિકસાવવામાં આવ્યું હતું.ફિલ્મ બાદ સ્થાનિકોને ગામને સફેદ રંગ આપવા છુટ આપી હતી.પરંતુ ગામના લોકોએ સ્વચ્છાએ બ્લૂ રંગ જ રાખવાનો નિર્ણય કર્યો હતો.જેથી આજે પણ આ વાદળી રંગનું ગામ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનેલું છે.
સુર્યનગરી તરીકે ઓળખાતા અને રાજાશાહી વખતથી વસેલા રાજસ્થાનના જોધપુરને બ્લુ સિટી તરીકે ઓળખવામાં આવે છે.રંગીલા રાજસ્થાનમાં આવેલ જોધપુરમાં ઘરની દિવાલો પર રજવાડી ચિત્રકારી, પથરીલી પાટોથી બનાવેલી છત સાથે બ્લૂ રંગના મકાનો ખાસ આકર્ષક લાગે છે.રાજસ્થાનમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાના કારણે બ્લુ રંગથી તાપ સામે રક્ષણ મેળવી શકાય છે.સાથે ભૂતકાળમાં બ્રાહ્મણોની ઓળખ થાય તેના માટે મકાનોને બ્લૂ રંગથી રંગવામાં આવ્યા હતા.જેથી બ્લૂ રંગ ઉચ્ચ, વિકાસીલ સમાજનું પ્રતિક બન્યું હતું. જ્યારે આ ઉપરાંત રાજસ્થાનનું બીજું એક શહેર જયપુર છે જે Pink City તરીકે ઓળખાય છે.
મોરક્કો આમ તો આકાશી વાદળી રંગથી છવાયેલું છે.પરંતુ શેફચેનનો નજારો જોશો તો દુનિયાનો સૌથી અદભૂત અનુભૂતિનો અહેસાસ થશે.1471માં સ્થાપિત આ શહેરની દીવાલો વાદળી રંગની અને દરવાજા ટપકાવાળી ડિઝાઈનના છે.જે રિફ પર્વતની પ્રતિતિ કરાવે છે.સ્પેનના ફરાર યહૂદીઓએ આ દરવાજા અને કપાટની આયાત કરી હતી.આમણે શેપચેનના મરૂઉધાનમાં શરણ મેળવી દિવાલો પર વાદળી રંગની કરવાની શરૂઆત કરી હતી.જેના 22 વર્ષ બાદ શેફચેને શહેર સંપૂર્ણ વાદળી રંગાં પરિવર્તિત થયું હતું.