Extra Marital Affairs: બોલીવુડના આ 5 હીરો, જેની પત્નીઓએ સ્વીકાર્યા તેમના અફેર, લફરાંની ખબર પડ્યા પછી પણ ન લીધા છૂટાછેડા

Tue, 30 Jul 2024-7:57 pm,

રાજ કપૂર અને નરગિસે ઘણી ફિલ્મો સાથે કરી છે. સાથે કામ કરતી વખતે તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. આ વાતની ખબર કૃષ્ણા કપુરને પણ હતી પરંતુ તેમ છતાં તેમણે રાજ કપૂરનો સાથ છોડ્યો નહીં. 

નીતુ કપૂર એ પોતે જ એક ઇન્ટરવ્યૂમાં ઋષિ કપૂરના એક્સ્ટ્રા મેરિટલ અફેર વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે જ્યારે તેને ઋષિ કપૂરના વન નાઇટ સ્ટેન્ડ વિશે ખબર પડી તો તે ખૂબ ઝઘડા કરતી હતી. પરંતુ તેમ છતાં તેને ઋષિ કપૂરના એક્સેપ્ટ કર્યા. 

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની જોડી બોલીવુડની સૌથી ફેવરેટ જોડી છે. ધર્મેન્દ્ર ફિલ્મમાં આવ્યા પછી હેમા માલીનીના પ્રેમમાં પડ્યા અને તેમની લવ સ્ટોરી શરૂ થઈ. આ વાતની જાણ ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌરને થઈ હતી પરંતુ તેમ છતાં તેણે ધર્મેન્દ્રને છૂટાછેડા આપ્યા નહી. ત્યાર પછી ધર્મેન્દ્રએ ધર્મ બદલીને હેમા માલીની સાથે લગ્ન કર્યા. 

સની દેઓલ લગ્ન પછી અભિનેત્રી ડિમ્પલ કપાડિયાના પ્રેમમાં પડ્યો હતો. તેઓ રિલેશનશિપમાં હોવાની પણ ચર્ચા હતી. આ અફેરની ખબર સની દેઓલની પત્ની પૂજાને પણ પડી હતી પરંતુ તેમ છતાં તેને સંબંધ તોડ્યા નહીં. 

શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહાના લગ્ન પછી શત્રુઘ્ન સિંહા અને રીના રોય વચ્ચે રિલેશનશિપ શરૂ થઈ હતી. શત્રુઘ્ન સિન્હા અને રીના રોય ની લવ સ્ટોરી બહુચર્ચિત હતી. લગ્ન પછી પણ શત્રુઘ્ન સિંહા રીના રોયના કોન્ટેકમાં રહેતા હતા પરંતુ તેમની પત્નીએ તેમને ડિવોર્સ આપ્યા નહીં.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link