Mahashivratri 2024: બ્રહ્માસ્ત્ર થી લઈ OMG 2... ભગવાન શિવની શક્તિ અને ચમત્કારને દર્શાવે છે બોલીવુડની આ 5 ફિલ્મો
અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણવીર કપૂર અને આલિયા ભટ્ટ જોવા મળે છે. આપણને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. ફિલ્મ રણબીર કપૂર એ શિવાનું પાત્ર ભજવ્યું હતું જેની પાસે કેટલાક સુપર નેચરલ પાવર હોય છે.
અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ OMG 2 પણ શિવજી પર આધારિત ફિલ્મ છે. ફિલ્મ અક્ષય કુમાર ભગવાન શિવના દુત બનીને પંકજ ત્રિપાઠીના સંકટ હરવા આવે છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોવા મળશે.
વર્ષ 2013માં કેદારનાથમાં બનેલી દુર્ઘટના પર આધારિત ફિલ્મ કેદારનાથ વર્ષ 2008માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન જોવા મળ્યા હતા. આ ફિલ્મ પણ શિવજીને સમર્પિત છે ઝી5 પર ઉપલબ્ધ છે.
અજય દેવગનની ફિલ્મ શિવાય પણ શિવજી પર આધારિત છે. ફિલ્મમાં સાંકેતિક રીતે દેખાડવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન શિવ ક્રોધિત થાય છે તો તે પાપીઓનો સર્વનાશ કેવી રીતે કરે છે. આ ફિલ્મ એમેઝોન પર ઉપલબ્ધ છે.
પ્રભાસની ફિલ્મ બાહુબલી બ્લોકબસ્ટર સાબિત થઈ હતી આ ફિલ્મમાં પણ ભગવાન શિવની મહિમા દેખાડવામાં આવી છે. આ ફિલ્મમાં પ્રભાસના પાત્રનું નામ પણ શિવા હોય છે જે ખૂબ જ શક્તિશાળી હોય છે. એક સીનમાં પ્રભાસ પોતાના ખભા પર શિવલિંગને ઉપાડે છે આ દ્રશ્ય અને ગીત અદભુત છે. આ ફિલ્મ હોટસ્ટાર પર ઉપલબ્ધ છે.