આ દિવાળીએ ઘરે લાવો નવી કાર, 5000થી ઓછા EMI પર મળી રહી છે આ 5 ગાડી
મારુતિ અલ્ટો 800ની બેઝ વેરિએન્ટની કિંમત દિલ્હીમાં 2.53 લાખ રૂપિયા છે. જો તમે તેને બેઝ વેરિએન્ટથી ખરીદવા માંગો છો, તો તમને 50 હજાર રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરવું પડશે. આવામાં તમને 5 વર્ષ સુધી દર મહિને અંદાજે 4400 રૂપિયાના હપ્તાની ચૂકવણી કરવી પડશે. અહીં તમને કાર લોન પર વ્યાજ દર 11 ટકા વાર્ષિકના હિસાબે ગણવામાં આવે છે.
રેનો ક્વિડની દિલ્હીમાં શરૂઆતી એક્સ શોરૂમ કિંમત 2.67 લાખ રૂપિયા છે. જો તે આ કારને ખરીદવાનું પ્લાન કરી રહ્યાં છો તો તમારે 50 હજાર ડાઉન પેમેન્ટ કરીને બાકીની રકમ EMIના માધ્યમથી કરવી પડશે. તમે બાકીની રકમનું ચૂકવણી 5 વર્ષની EMIમાં કરી શકો છો. તેના માટે તમારે દર મહિને 4715 રૂપિયા ચૂકવવા પડશે.
તમે ડસટનની નાની કાર રેડી-ગોને પણ 50 હજાર રૂપિયાનું ડાઉન પેમેન્ટ ચૂકવીને ઘર લાવી શકો છો. તેની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 2.56 લાખ રૂપિયા છે. તેના માટે તમારે 50 હજાર રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરવાનું રહેશે, જે 5 વર્ષ સુધી અંદાજે 4360 રૂપિયા આવશે.
દિલ્હીમાં હ્યુન્ડાઈની એક્સ શોરૂમ કિંમત 3.33 લાખ રૂપિયા છે. આ કારને ખરીદવા માટે તમારે 50 હજાર ડાઉન પેમેન્ટ આપવું પડશે. તેના બાદ બચેલા 2.8 લાખ રૂપિયાનું પેમેન્ટ EMI માં થઈ શકશે. તેના માટે તમારે 7 વર્ષ સુધી 4800 રૂપિયા EMI દર મહિને આપવાનું રહેશે.
બજેટ કાર તરીકે ટાટાની ટિયાગો પણ તમારા માટે સારો ઓપ્શન બની શકે છે. 3.4 લાખની એક્સ શોરૂમ કિંમતવાળી ટિયાગો કાર ખરીદવા માટે તમારે 50 હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ કરવું પડશે. બાકીની રકમ 7 વર્ષના સરળ EMI માં ચૂકવવાની રહેશે. 2.85 લાખ રૂપિયાની કાર લોન માટે તમારે 7 વર્ષ સુધી દર મહિને અંદાજે 4900 રૂપિયા ચૂકવવા પડશે.