જો તમે 5-6 ડિગ્રી સેલ્સિયસની તીવ્ર ઠંડી કહી રહ્યા છો, તો જાણો વિશ્વના સૌથી ઠંડા 5 શહેરો વિશે
કેનેડાના યેલોનાઇફને અહીંના 100 શહેરોમાં સૌથી ઠંડુ શહેર માનવામાં આવે છે. અહીં એવરેજ તાપમાન શૂન્યથી -27.9 ડિગ્રી સેલ્સિયસ નીચે હોય છે. તો લઘુત્તમ તાપમાન શૂન્યથી -51 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાય છે.
કઝાકિસ્તાનનું અસ્તાના શહેર પોતાની આકર્ષક ઈમારતો માટે જાણીતું છે. અહીં શિયાળાની ઋતુ લાંબી અને કઠોર હોય છે. અહીં શિયાળામાં સરેરાશ તાપમાન માઈનસ -14.2 ડીગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન માઈનસ -51.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. નવેમ્બર અને એપ્રિલની વચ્ચે અહીં બધું થીજી જાય છે. આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ લોકો અહીં રહે છે.
અલાસ્કામાં આર્કટિક સર્કલની ઉપર સ્થિત બૈરો શહેરને હવે Utqiagvik નામથી ઓળખવામાં આવે છે. અહીં ગરમી કે ઓછી ઠંડીવાળા દિવસો માત્ર 120 હોય છે. આ શહેર હંમેશા વાદળોથી ઢંકાયેલું રહે છે. અહીં એવરેજ તાપમાન માઇનસ 25 ડિગ્રી સેલ્સિયસ રહે છે અને લઘુત્તમ તાપમાન માઇનસ 49 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાય છે. અહીં એટલી ઠંડી હોય છે કે સમુદ્રનું પાણી પણ જામી જાય છે.
ઉલાનબાતોરને દુનિયાની સૌથી ઠંડી રાષ્ટ્રીય રાજધાની કહેવામાં આવે છે. અહીં ગરમીની સાથે-સાથે ઠંડી પણ જબરદસ્ત પડે છે. ગરમીમાં અહીં ગુરૂત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે તો ઠંડીમાં ઘટીને -42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. અહીં જાન્યુઆરીમાં એવરેજ તાપમાન -24.6 ડિગ્રી સેલ્સિયસ રહે છે.
ઉત્તરી મિનેસોટો શહેર પોતાની રેકોર્ડ બર્ફવર્ષા માટે જાણીતું છે. અહીં એવરેજ 71.6 ઇંચ વરસાદ થાય છે, જેના કારણે તેને આઈસ બોક્સ ઓફ ધ નેશન કહેવામાં આવે છે. અહીં તાપમાન શૂન્યથી 48 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે પહોંચી જાય છે.