PHOTOs: ભગવાનના વિવાહમાં ભાવુક થયા પાટીદારો! શિવપાર્વતી વિવાહમાં સાડા 5 કરોડથી વધુનું દાન
પૂજ્ય રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજીના સ્વમુખેથી શિવ મહાપુરાણ કથાનું રસપાન સાંભળવા રોજ 2500થી વધુ ભક્તો પધારી રહ્યા છે. ત્યારે ગુરૂવારે શિવપુરાણ મુજબ ભગવાન શિવ અને મા ઉમિયાના લગ્નનો સમારોહ યોજાયો હતો. જેમાં 3 હજારથી વધુ ભક્તોએ લગ્નવિવાહ સંપન્ન કર્યો.
વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલના માર્ગદર્શન હેઠળ ઘાટલોડિયા નિવાસી બાબાભાઈ ભરવાડે 11 લાખાના 51 ધર્મસ્તંભના દાતા બની મા ઉમિયાના કૃપાપાત્ર બન્યા છે. અર્થાત્ 5 કરોડ 61 લાખના દાતા બન્યા છે.
આ પ્રસંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે વિશ્વના સૌથી ઊંચામાં ઉંચા જગત જનની મા ઉમિયાનું મંદિર વિશ્વઉમિયાધામનું નિર્માણ કાર્યપૂરજોશમાં ચાલી રહ્યું છે.
આ મંદિરએ દરેક સમાજની સામાજિક સમરસતાનું કેન્દ્ર છે. અહીં મંદિર સાથે સ્પોર્ટ્સ, આરોગ્ય, શિક્ષણ સહિતના અનેક વિધ પ્રવૃતિઓ થઈ રહી છે.