Skin Care: તડકા અને પરસેવાના કારણે નિસ્તેજ થયેલા ચહેરા પર તુરંત આવશે ગ્લો, ટ્રાય કરો આ 5 ફેસ પેક
ઉનાળા માટે આ ફેસપેક સૌથી બેસ્ટ સાબિત થાય છે. તેના માટે ચણાના લોટમાં ચપટી હળદર ઉમેરી તેને ચહેરા અને ગરદન પર લગાવો.
ઉનાળામાં તરબૂચ ખાવાથી જેટલી ઠંડક મળે છે એટલો જ ફાયદો ચહેરા પર તરબૂચ લગાડવાથી થાય છે. તરબૂચની પેસ્ટ બનાવી તેને ચહેરા પર લગાવી શકાય છે.
ચહેરાની ડલનેસ દુર કરવા માટે 2 ચમચી દહીંમાં ચપટી હળદર ઉમેરી તેને ચહેરા પર લગાવો. તેનાથી ચહેરા પર ગ્લો આવે છે.
ચણાના લોટમાં થોડું મધ ઉમેરી અને જરૂર અનુસાર પાણી ઉમેરી પેસ્ટ બનાવી તેને ચહેરા પર લગાવો. તેનાથી ચહેરાને જરૂરી મોઈશ્ચર મળશે.
ચણાનો લોટ અને એલોવેરા જેલ મીક્સ કરીને ચહેરા પર લગાડવાથી ચહેરા પરની કાળી ઝાંઈ દુર થાય છે. આ ફેસપેકને રોજ ચહેરા પર લગાડી શકાય છે.