Astro Tips: આ 5 માંથી કોઈ એક ફૂલ માતા લક્ષ્મીને પૂજા દરમિયાન કરો અર્પણ, તિજોરી ક્યારેય ખાલી નહીં રહે
હિન્દુ ધર્મમાં દરરોજ ભગવાનની પૂજા કરવાની પરંપરા છે. પૂજા દરમિયાન ભગવાનને ફૂલ પણ ચઢાવવામાં આવે છે. ભગવાનને તેમના મનપસંદ ફૂલ ચઢાવવામાં આવે તો તે ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂરી કરે છે. આજે અમે તમને જણાવીએ ધનના દેવી લક્ષ્મીજીના પ્રિય ફૂલ કયા કયા છે.
દેવી લક્ષ્મી કમળ પર બિરાજમાન હોય છે. કમળનું ફૂલ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને કમળનું ફૂલ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે.
લાલ રંગનું જાસૂદનું ફૂલ પણ દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે. આખા વર્ષ દરમિયાન આ ફૂલો મળી રહે છે. દેવી લક્ષ્મીને જાસૂદના ફૂલ ચઢાવવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
પારિજાતના ફૂલો નાના અને સફેદ રંગના હોય છે. તેમાંથી મીઠી સુગંધ આવતી હોય છે. એવું કહેવાય છે કે જો તમે તેને ઘરમાં વાવીને દેવી લક્ષ્મીને અર્પણ કરો છો તમારા ઘરમાં ધનના ભંડાર ભરાય છે.
અપરાજિતાના ફૂલો દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. આ ફૂલો ભગવાન શંકર અને દેવી લક્ષ્મી બંનેને ખૂબ પ્રિય છે. દેવી લક્ષ્મીને આ ફૂલ અર્પણ કરવાથી ક્યારેય કરજ કરવું પડતું નથી.
કરેણના ફૂલ અલગઅલગ રંગના હોય છે. પરંતુ દેવી લક્ષ્મીને સફેદ કરેણના ફૂલ ખૂબ જ પ્રિય હોય છે. પૂજામાં આ ફૂલનો ઉપયોગ કરવાથી ઘરમાં પૈસાની તંગી સર્જાતી નથી.