Long Hair: રસોડાની આ 5 વસ્તુઓ વાળ માટે બેસ્ટ ટોનિક, લાંબા વાળ માટે ડાયટમાં કરી લો સામેલ
જિંજરોલથી ભરપુર આદુ વાળ માટે લાભકારી છે. આદુ ખાવાથી હેર ફોલની સમસ્યા ઓછી થાય છે અને વાળ લાંબા થાય છે.
પાલક સહિતના લીલા પાનવાળા શાકભાજી ડાયટમાં સામેલ કરવા જોઈએ. તેમાંથી જરૂરી એન્ટી ઓક્સીડન્ટ, ફોલેટ અને વિટામીન મળે છે.
અળસીના બીમાં ઓમેગા, વિટામીન ઈ અને હેલ્ધી ફેટ્સ હોય છે. તે વાળના ટેક્સ્ચરને સુધારે છે. તેનાથી વાળ શાઈની અને લાંબા બને છે.
પમ્પકીન સીડ્સ ઓમેગા ફેટી એસિડ, ઝિંકથી ભરપુર હોય છે. તેનાથી હેર ફોલની સમસ્યા ઓછી થાય છે.
વિટામિન ઈ વાળ માટે ફાયદાકારક છે. વિટામિન ઈ બદામમાં સૌથી વધુ હોય છે. તેને ખાવાથી વાળમાં ચમક વધે છે.