Keratin: આ 5 વસ્તુઓથી વધે છે કેરાટીન પ્રોડકશન, રોજ ખાશો તો વાળમાં કેરાટીન ટ્રીટમેન્ટ નહીં કરાવવી પડે
ઈંડા એક સુપર ફૂડ છે જે સવારે નાસ્તાથી લઈને રાતના ભોજનમાં ખાઈ શકાય છે. ઈંડામાં પ્રોટીન સૌથી વધુ હોય છે જે કેરાટીના પ્રોડક્શનમાં મદદ કરે છે અને વાળને હેલ્ધી બનાવે છે.
ડુંગળીનો ઉપયોગ દરેક ઘરમાં નિયમિત થાય છે. ડુંગળીને રોજ કાચી ખાવામાં આવે તો તેનાથી કેરાટીન પ્રોડક્શન વધી જાય છે.
સાલ્મન ફિશ એક ફેટી ફિશ છે જેમાં બાયોટીન હોય છે. બાયોટીન કેરોટીનના પ્રોડક્શનમાં સપોર્ટ કરે છે અને હેર ગ્રોથ પણ ઝડપી કરે છે.
શક્કરિયા પણ કેરાટીન માટે બેસ્ટ ફૂડ છે. તેનું સેવન કરવાથી કેરાટીનનું ઉત્પાદન વધે છે. શક્કરીયા ને તમે બાફીને પણ ખાઈ શકો છો.
લસણનો ઉપયોગ પણ રોજની રસોઈમાં કરવામાં આવે છે. તેમાં N-Acetylcysteine હોય છે. આ એક એમિનો એસિડ છે જે કેરોટીનમાં હોય છે. લસણ ઓવરઓલ હેલ્થની સાથે વાળ માટે પણ બેસ્ટ ફૂડ છે.