Bad cholesterol: આ 5 ખાદ્યપદાર્થો શરીરમાંથી ગંદા કોલેસ્ટ્રોલને બહાર કાઢશે, તમારા આહારમાં કરો સામેલ
લસણ તમારા ગંદા કોલેસ્ટ્રોલને દૂર કરવામાં ઘણી મદદ કરે છે. તમારે તેને ખોરાક સાથે ખાવું જોઈએ. તેનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરીને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.
સફરજનનું સેવન દરરોજ કરવું જોઈએ. તેનાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે અને ખરાબ કોલેસ્ટ્રોલ બહાર આવે છે. હાર્ટની બીમારીઓથી પણ તે બચાવે છે.
નટ્સનું સેવન શરીર માટે ખુબ જરૂરી હોય છે. જેનાથી શરીર ફિટ અને તાકાતવર બને છે.
જો કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય તો તમે ઓટ્સ ખાઈ શકો છો. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે.
અળસીના બીજ ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં ખુબ મદદરૂપ સાબિત થાય છે. તે ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. હાર્ટને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે.