Good Luck Charm: જે ઘરમાં હોય આ 5 વસ્તુઓ ત્યાં ગરીબી અને દુ:ખ નથી આવતા
ઘરના મુખ્ય દરવાજા પર હંમેશા કંકુથી સ્વસ્તિક કરવું જોઈએ. આ સિવાય શુભ દિવસ હોય ત્યારે ચાંદીનું સ્વસ્તિક પ્રવેશ દ્વાર પર ઉંબર પર વચ્ચે લગાવો.
વાસ્તુ અને ફેંગશુઈમાં ધાતુના કાચબાને શુભ માનવામાં આવે છે. પીત્તળ કે સોના ચાંદીથી બનેલા કાચબાને ઘરની ઉત્તર દિશામાં રાખવો જોઈએ.
શ્રીયંત્ર લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ખાસ છે. તેને સ્થાપિત કરી નિયમિત તેની પૂજા કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે.
શુક્રવારના દિવસે ઘરમાં શુભ મુહૂર્તમાં 11 ગોમતી ચક્ર લાવો અને લક્ષ્મીજીના ચરણોમાં અર્પણ કરો. ત્યારબાદ પૂજા કરવી અને પૂજા કર્યા પછી આ ગોમતી ચક્રને લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખી દો.
શુક્રવારના દિવસે વિધિ-વિધાનથી પૂજા કરી અને ઘરમાં દક્ષિણાવર્તી શંખ પધરાવો. ત્યારબાદ રોજ તેની પૂજા કરો. તેનાથી માતા લક્ષ્મીની કૃપા બની રહેશે.