Bye Bye 2020: કાળમુખા 2020ની બનેલી 5 સારી વાતો
ફિલ્મોમાં હીરોની એક્શન તો વર્ષોથી જોતાં આવ્યા છીએ.. પણ આ વર્ષે રિયલ હીરોઝની એક્શન જોવા મળી.. આ રિયલ હીરોઝમાં પહેલાં છે મેડિકલ અને પેરામેડિકલ અને ફાર્મસી સેક્ટરના લોકો.. આપણા આરોગ્યને સાચવવા અને જાળવવા પોતાનું આરોગ્ય રિયલમાં દાવ પર મૂક્યું.. બીજા છે પોલીસ કર્મચારીઓ, જેમણે પોતાનો પરિવાર છોડી લોકોની સેવામાં દિવસ-રાત રત રહ્યાં. આ સિવાય સફાઈ કર્મચારીઓ, જેમના કારણે આ 2020નું વર્ષ એકદમ સ્વચ્છ અને સુઘડ રહ્યું. આ સિવાય એ દરેક લોકો કે જેમણે લોકો સુધી જીવનજરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી. આ સિવાય રિયલ હીરોઝ એ પણ છે જેમણે કપરા સમયમાં માનવતાની મહેક પ્રસરાવી. લોકો સુધી પહોંચીને આ હીરોઝ દેશના દિલ સુધી પહોંચ્યાં.
સૌથી મોટી સારી ઘટના લોકો સાથે 2020માં એ થઈ, કે જેની ફરિયાદ વર્ષોથી લોકો કરતાં હતાં અને આખરે એ થયું.. પરિવાર સાથે લોકોએ કિંમતી સમય પસાર કર્યો અને વર્ષોની ઈચ્છાઓ ઘરે રહીને પૂરી કરી..
ઘરે રહીને ખાલી લોકોએ ગપાટાં જ નથી માર્યા. પણ મોટા ભાગના લોકોએ નવી સ્કિલ્સ શીખી. તેમની હિડન ટેલેન્ટ બહાર આવી અને કેટલીય ટેલેન્ટ ઇન્ટરનેટ જગતમાં વાયરલ પણ થઈ.
કોરોનાથી વધારે વેક્સીન રિસર્ચની સ્પીડ
દુનિયા માટેની સૌથી મોટી સારી ઘટના એ બની કે પર્યાવરણમાં સુધાર આવ્યો. લૉકડાઉનને કારણે પ્રદૂષણ ઘટ્યું અને વાતાવરણ અને દુનિયા ખરેખર સુંદર બની. કાર્બન ડાયૉક્સાઈડનું ઉત્સર્જન રેકોર્ડબ્રેક 7% જેટલું ઘટ્યું.