Lifehacks: ઘરમાં રાખો આ 5 માંથી કોઈ 1 વસ્તુ, જીવતો નહીં બચે ઘરમાં આવેલો એક પણ મચ્છર

Sun, 28 Jul 2024-10:59 am,

લીંબુ અને લવિંગ એવી વસ્તુ છે જેનાથી મચ્છર સો ફૂટ દૂર રહે છે. આ બંને વસ્તુની સુગંધ મચ્છર સહન કરી શકતા નથી. મચ્છરને ઘરથી દૂર રાખવા હોય તો લીંબુની સ્લાઈસ કરી તેમાં 4 લવિંગ લગાવી ઘરની અલગ અલગ જગ્યાએ રાખી દો.

લસણની તીવ્ર ગંધ પણ મચ્છર સહન કરી શકતા નથી. જો ઘરની આસપાસ વધારે મચ્છર હોય તો લસણની પેસ્ટ બનાવી ઉકળતા પાણીમાં ઉમેરીને તેને ઠંડુ કરી સ્પ્રે બોટલમાં ભરી લો. આ સ્પ્રેને ગાર્ડન એરિયામાં છાંટી દેશો તો મચ્છરનો ત્રાસ દૂર થઈ જશે. 

લેવેન્ડર, નીલગીરી, ટી ટ્રી ઓઇલ કે લેમનગ્રાસ ઓઈલ જેવા એસેન્સિયલ ઓઇલની સુગંધથી પણ મચ્છર દૂર ભાગે છે. આ ઓઇલનો ઉપયોગ ઘરમાં કરવાથી મચ્છર આવશે નહીં. આ ઓઈલને તમે ત્વચા પર લગાડી પણ શકો છો. 

લીમડાનું તેલ પણ મચ્છર ભગાડવાનું કામ સારી રીતે કરે છે. લીમડાના તેલને પાણી સાથે મિક્સ કરી ઘરમાં અલગ અલગ જગ્યાએ છાંટી દેશો તો મચ્છર ઘરમાં ફરકતા બંધ થઈ જશે. 

કપૂરનો ઉપયોગ કરીને પણ મચ્છરથી છુટકારો મેળવી શકાય છે. રાત પડે એટલે ઘરના બારી દરવાજા બંધ કરી ઘરની અંદર કપૂર સળગાવો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link