Stomach Worms: પેટના કૃમિથી તમે પણ પરેશાન છો? આ 5 ઘરગથ્થુ ઉપાયોથી એક દિવસમાં મળશે મુક્તિ

Mon, 22 Jan 2024-12:28 pm,

પેટમાં કૃમિની સમસ્યાના કારણે પેટમાં દુખાવો થાય છે. કૃમિ આંતરડાને પણ નુકસાન કરે છે. આ સમસ્યાને દુર કરવા માટે અજમાનું સેવન કરવું જોઈએ. અજમા પેટના કૃમિને દૂર કરવામાં મદદ કરે છે.

લસણ પણ કૃમિને મટાડવામાં મદદ કરે છે. જો પેટમાં કૃમિ છે તો તમારે ખાલી પેટ લસણનું સેવન કરવું જોઈએ.

લીમડાના પાન પેટના કૃમિને પળવારમાં દૂર કરે છે.  કૃમિને દુર કરવાનો આ એક રામબાણ ઉપાય છે.

તુલસીના પાન અનેક રોગોને દૂર કરવામાં મદદરૂપ છે. તુલસીનું પાણી પીવાથી મળ મારફતે કૃમિ પણ નીકળી જાય છે. 

કાચું પપૈયું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પેટના કૃમિથી છુટકારો અપાવે છે. જો કે તેના માટે પપૈયું સવારે ખાલી પેટ જ ખાવું જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link