INDvsNZ: ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર 5 ભારતીય બેટ્સમેન

Sun, 20 Jan 2019-7:10 am,

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર આ યાદીમાં પ્રથમ સ્થાને છે. સચિને ન્યૂઝીલેન્ડ સામે પોતાના કરિયર દરમિયાન 42 એકદિવસીય મેચ રમી છે. જેમાં તેણે 1750 રન ફટકાર્યા છે. તેના નામે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચ સદી અને આઠ અડધી સદી છે. 

એક જમાનામાં ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગનું નામ આ યાદીમાં બીજા સ્થાને આપે છે. પોતાની બેટિંગ દ્વારા તમામને મનોરંજન કરાવનાર વીરુનું પ્રદર્શન ન્યૂઝીલેન્ડ સામે ખાસ રહ્યું છે. તેણે કરિયર દરમિયાન કુલ 23 મેચ રમી જેમાં 1157 રન નબાવ્યા છે. વીરૂએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ છ સદી અને 3 અડધી સદી ફટકારી હતી. 

હાલના સમયમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ વિરાટ કોહલી પણ આ લિસ્ટમાં સામેલ છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ દિગ્ગજે 19 મેચ રમી છે જેમાં 1154 રન બનાવ્યા છે. વિરાટે આ દરમિયાન પાંચ સદી અને છ અડધી સદી ફટકારી છે. 

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ આ યાદીમાં ચોથા સ્થાને આવે છે. ભારતીય ટીમ માટે 334 વનડે મેચ રમનાર આ ખેલાડીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 40 મેચોમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું અને આ મેચોમાં તેણે 1118 રન બનાવ્યા છે. તેના નામે ન્યૂઝીલેન્ડ સામે એક સદી અને સાત અડધી સદી છે.   

ભારતીય ટીમના દિગ્ગજ કેપ્ટનોમાંથી એક સૌરવ ગાંગુલી આ યાદીમાં પાંચમાં સ્થાને છે. તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાના કરિયરમાં 32 મેચ રમી જેમાં 1079 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 6 અડધી સદી ફટકારી હતી. ગાંગુલીનું નામ પોતાના જમાનાના દિગ્ગજોમાં આવે છે. તેને ઓફ સાઇડમાં શોટ રમવાની મહારથ હાસિલ હતી.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link