IPLમાં માત્ર 5 ભારતીય ખેલાડીઓ જીત્યા છે ઓરેન્જ કેપ, લિસ્ટમાં સચિન પણ સામેલ
IPL 2016માં વિરાટ કોહલીએ ઓરેન્જ કેપ કબજે કરી હતી. આ સિઝનમાં વિરાટ કોહલીએ 16 મેચમાં 973 રન બનાવ્યા છે. એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હજુ પણ વિરાટના નામે છે. તેણે આ સિઝનમાં ચાર સદી પણ ફટકારી હતી.
સચિન તેંડુલકર ભારત તરફથી IPLમાં ઓરેન્જ કેપ જીતનાર પ્રથમ બેટ્સમેન છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે IPL 2010માં આ કારનામું કર્યું હતું. આ સિઝનમાં સચિને 15 મેચમાં 618 રન બનાવ્યા હતા. આ સિઝનમાં તેનો હાઈ સ્કોર 89 રન હતો અને સ્ટ્રાઈક રેટ પણ 130થી વધુ હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સના યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે પણ આઈપીએલમાં ઓરેન્જ કેપ જીતી છે. ઋતુરાજ ગાયકવાડે છેલ્લી સિઝનમાં એટલે કે IPL 2021માં 45.35ની એવરેજથી 16 મેચમાં 635 રન બનાવ્યા હતા અને તેને પણ ઓરેન્જ કેપ મળી હતી, ઋતુરાજે આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ચેમ્પિયન પણ બનાવ્યું હતું.
IPL 2014માં રોબિન ઉથપ્પાએ સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી. IPLમાં KKR તરફથી રમતા ઉથપ્પાએ ઓરેન્જ કેપ કબજે કરી હતી. ઉથપ્પાએ 2014 IPLમાં 16 મેચમાં 138ના સ્ટ્રાઈક રેટથી 660 રન બનાવ્યા હતા.
KL રાહુલે 2020 IPLમાં ઓરેન્જ કેપ જીતી હતી. આ સીઝનમાં કેએલ રાહુલે કિંગ્સ ઈલેવન પંજાબ માટે 14 મેચ રમીને 670 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ IPLમાં ઓરેન્જ કેપ જીતનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો છે.