આ 5 ભારતીય ખેલાડીઓ પર લટકતી તલવાર, ઇંગ્લેન્ડ ટુરમાં ન રમ્યા તો ટેસ્ટ કરિયર ખતમ!

Thu, 13 May 2021-2:22 pm,

કેએલ રાહુલે ઓગસ્ટ 2019 બાદ એક પણ ટેસ્ટ રમી નતી. તેને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ગત 2 ટેસ્ટ સિરીઝમાં તક મળી નહતી. તેને ઈંગ્લન્ડ ટુર માટે ભારતીય ટીમમાં સામેલ તો કરાયો છે પરંતુ તેના માટે તેણે સંપૂર્ણ ફિટનેસ મેળવવી પડશે. જે પ્રકારના હાલાત છે તે જોતા એ કહેવું ખોટું નહીં હોય કે સૌથી લાંબા ફોર્મેટમાં રાહુલની જગ્યા ખતરામાં છે. જો કે વનડે અને ટી-10 માટે તે ટીમ ઈન્ડિયામાં મહત્વનો ખેલાડી છે. 

મયંક અગ્રવાલે ભારતીય જમીન પર અત્યાર સુધી 5 ટેસ્ટ મેચ રમી છે અને આ દરમિયાન તેણે 99.5 ની સરેરાશથી 597 રન કર્યા છે. પણ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડના પ્રવાસમાં તે ફ્લોપ સાબિત થયો. તેણે વિદેશી ધરતી પર પોતાની કાબેલિયત બતાવવી પડશે નહીં તો શુભમન ગિલની હાજરીમાં તેની ટેસ્ટ ટીમમાંથી છૂટ્ટી થઈ શકે છે. 

હનુમા વિહારીને એકવાર ફરીથી ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે ટીમમાં સામેલ કરાયો છે. ઓસ્ટ્રેલિયા ટુરમાં 5 દાવમાં તે 16,8 21, 4 અને 23 રન જ કરી શક્યો હતો. જો કે સિડની ટેસ્ટમાં તેણે અણનમ રહીને મેચ ડ્રો કરાવી હતી. જેના ખુબ વખાણ પણ થયા હતા. હવે તેણે ઈંગ્લેન્ડમાં કોઈ પણ સંજોગોમાં પોતાનું પરફોર્મન્સ બતાવવું પડશે નહીં તો સિલેક્ટર્સ વિકલ્પ શોધશે. 

એમએસ ધોનીના ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ બાદ ઋદ્ધિમાન સાહા આ ફોર્મેટ માટે સિલેક્ટર્સની પહેલી પસંદ રહેતો હતો. પરંતુ છેલ્લી 2 ટેસ્ટ સિરીઝમાં ઋષભ પંતના શાનદાર પ્રદર્શન બાદ હાલાત બદલાઈ ગયા છે. સાહાએ ઈંગ્લેન્ડમાં પોતાનું બેસ્ટ બતાવવું પડશે નહીં તેમના માટે નિવૃત્તિ એકમાત્ર વિકલ્પ રહી જશે. 

શાર્દુલ ઠાકુરે અત્યાર સુધીમાં ફક્ત 2 ટેસ્ટ મેચ રમી છે. તેણે પહેલી ટેસ્ટ 2018માં વેસ્ટઈન્ડિઝ સામે રમી હતી. ઓસ્ટ્રેલિયા ટુર પર તેને ચોથી ટેસ્ટમાં તક મળી જેમાં તેણે 7 વિકેટ લઈને ખુબ વાહવાહ મેળવી. શાર્દુલે હંમેશા વધુ રન આપવા બદલ ટીકાનો સામનો કરવો પડે છે. ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ વખતે પણ તેને એક પણ ટેસ્ટ રમવાની તક મળી નહી. જો તે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ રમે તો તેણે આ તકને કેશ કરવી પડશે. નહીં તો પછી તે વનડે અને ટી-20 સુધી સિમિત રહી જશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link