Desi James Bond: ભારતના આ 5 જાસૂસ જેનાથી ગભરાતા હતા પાકિસ્તાન સહિત દુનિયાના દેશો

Wed, 24 Feb 2021-4:59 pm,

સરસવથી રાજામણી એક ધનિક પરિવારમાંથી આવાત હતા. પણ, તેમણે પોતાનું જીવન દેશ માટે સમર્પિત કરવાનું વિચારી લીધુ હતું અને તેઓ સુભાસ ચંદ્ર બોઝના પગલે ચાલવા લાગ્યા હતા. સરસવથી રાજામણી માત્ર 16 વર્ષના હતા જ્યારે તેમણે INA જોઈન કર્યું હતું અને પોતાના ઘરેણા દેશની આઝાદી માટે દાન કર્યા હતા. સરસવથી રાજામણી અને તેમના 5 બહેનપણીઓ છોકરાના વેશમાં બ્રિટીશ આર્મીમાં જોડાયા હતા અને ત્યાંથી દરેક ગોપનીય માહિતી INAને પહોચાડતા હતા.

-------

સરસવથીએ જીવાના જોખમે સાથીદારનો આપ્યો સાથ તેમને અનેકોવાર એવી સુચનાઓ અપાઈ હતી કે જો તેઓ પકડાઈ જાય તો પોતાને તાત્કાલિક તેમણે ગોળી મારીને આત્મહત્યા કરી લેવી જોઈએ. તેવી જ રીતે તેમની એક સાથીદાર અંગ્રેજના હાથ પકડાઈ હતી અને પોતાને મોતને ઘાટ ઉતારવા જઈ રહી હતી. દરમિયાન રાજામણીએ બહાદુરીથી એની સાથીદારને બચાવવા માટે અંગ્રેજ ઓફિસરોને કેમ્પમાં ગઈ અને તેમને બેભાન કરીતે પોતાની સાથીદારને લઈને કેમ્પમાંથી ભાગી હતી. જેમાં, એક ઓફિસરે તેના પગ પર ફાયર કર્યું હતું. તે છત્તા બહાદુર સરસવથી ભાગવામાં સફળ થઈ હતી.

આર.એન. રાવ RAW અને NSGની રચના માટે જવાબદાર હતા. તેમના પર જવાહરલાલ નેહરૂની પર્સનલ સિક્યોરીટીની પણ જિમેદારી હતી. તેમનું જીવન ખૂબ જ ખાનગી રહ્યું છે તેમનું જીવન એટલું ખાનગી રહ્યું છે કે તેમના માત્ર 2 જ ફોટા અત્યાર સુધી સામે આવ્યા છે. અને તેમના વિશે માહિતી પણ વધુ નથી. પરંતુ, એવું માનવામાં આવે છે કે તેમની સુજબુજના કારણે ભારત પાકિસ્તાન સામેનું 1971નું યુદ્ધ જીતી શકયું હતું. જ્યારે, તેઓ IBના ચીફ હતા ત્યારે તેમણે રંગભેદ સામે લડવા માટે આફ્રિકન નેશનલ કોંગ્રેસને પણ મદદ કરી હતી.

------

આર.એન. રાવ અને દોવાલ કનેક્શન? જ્યારે, અજીક દોવાલ મિઝોરામમાં હતા. ત્યારે, રાવ ત્યાંના ઈન્ચાર્જ હતા. તો આર.એન. રાવ અજીત દોવાલના ગુરુ હોય તેવું લાગે છે.

જો એજન્સી શેર હોય તો તેમના એજન્ટ પણ સવા શેર હોય છે. આ વાંક્ય સાર્થક કર્યું છે રબિંદર સિંહે. રબિંદર સિંહ RAWના જોઈન્ટ સેક્રેટરી હતા. ત્યારે, તમે કોઈ એજન્સી સાથે જોડાવો ત્યારે તમે તેનો પડછાયો બની જાવો છો અને એજન્સીને ક્યારે છોડવી એ તમારા પર નથી. સાથે જ એક એજન્ટને એટલી માહિતી આપાવામાં આવે છે જેટલી તેના માટે જરૂરી હોય. ત્યારે, 99 ટકા એજન્ટને પોતાના સાથી કોણ છે તે ખબર નથી હોતી. એક એજન્ટને એટલી જ માહિતી મળે છે જેટલી તેણે જાણવાની જરૂર હોય છે.

-----

રબિંદર ક્યાં ગયો? ત્યારે, રબિંદર સિંહ કઈ વધારે જાણવા કાયમ ઈચ્છુક રહેતા જેના કારણે તેમના ઉપરી અધિકારીઓએ કાયમ તેમના સર્વેલન્સ રાખવાનું શરૂ કર્યું હતું. રબિંદર એક હોશિયાર જાસૂસ હતો પરંતુ, આ વાતની રબિંદરને કોઈ દિવસ ખબર પડી ન હતી. ત્યારબાદ, RAWએ એને અમેરિકા જવા ના પાડી હતી. જ્યાં, દર વર્ષે રબિંદર તેની બહેનને મળવા જતો હતો. જેના, કારણે તેના અંદરનો એજન્ટ જાગ્યો હતો અને તે રફૂચક્કર થયો હતો. જેની માહિતી આજ દિવસ સુધી કોઈને મળી નથી.

દરેક જાસૂસ સફળ નથી હોતો પરંતુ તેની કહાની નાની નથી હોતી. તેવો જ એક કિસ્સો એજન્ટ કાશમીર સિંહનો છે. જેને કોન્ટ્રાક્ટ બેઝ પર લેવામાં આવ્યો હતો. જેનો મતલબ તે એજન્સી માટે કઈ વધારે મહત્વનો ન હતો. પણ દેશ માટે કઈ પણ કરનાર એક નાનો વ્યક્તિ તો ના જ હોય શકે. તેવી જ રીતે કાશમીર પાકિસ્તાનમાં એક કોવર્ટ ઓપરેશન માટે ગયો હતો. જ્યાં તેની ઓળખ પાકિસ્તાન સરકાર સામે ખુલ્લી પડી હતી. જેના કારણે તેને જેલમાં નાખી દેવામાં આવ્યો હતો.

-----

35 વર્ષનો કારાવાસ! 35 વર્ષ સુધી કાશમીર જેલમાં બંધ રહ્યો હતો. જેમાં, પ્રથમ 17 વર્ષ તો તેને એક અંધાર્યા રૂમમાં થાંભલા સાથે લોખંડની ચેઈનથી બાંધી રાખવામાં આવ્યો હતો. 35 વર્ષમાં કાશમીરને સૂર્યકિરણ જોવા નસીબ થઈ નહોતી. કાશમીરને કોઈ વિઝીટરને પણ મળવા દેવાતા નહોતા. જેના કારણે તે માનસિક રીતે બિમાર થયો હતો. ત્યારબાદ, વર્ષ 2008માં પરવેઝ મુશરફે તેના પર દયા ભાવના રાખી હતી અને તેને ભારત પરત મોકલ્યો હતો.આપણે કાયમ પોતાના દેશની આર્મીના બહાદુરીના ગીતો ગાતા રહ્યે છે. અને તેમાં કંઈ ખોટું પણ નથી. દરેક દેશવાસીએ આર્મીને રિસ્પેક્ટ આપવી જ જોઈએ. કેમ કે તેઓ દેશ માટે બલિદાન આપવા કાયમ તૈયાર રહે છે. પરંતુ શું આપણે ક્યારેય અન્ય શૂરવીરો વિશે કોઈ વિચાર કર્યો છે. જેઓ અનામી છે અને પદડા પાછળ કામ કરે છે?

અજીત દોવાલને સૌધી ક્વોલિફાઈડ નેશનલ સિક્યોરીટી એડવાઈઝર ગણવામાં આવે છે. આમ તો IPS ઓફિસરને ફિલ્ડ એજન્ટસ નથી બનાવવામાં આવતા. પરંતુ, અજીત દોવાલ એક ફિલ્મ એજન્ટ બન્યા અને 7 વર્ષ તેઓ પાકિસ્તામાં અન્ડરકવર રહ્યા.

----

નોર્થ-ઈસ્ટની ફાયદાકારક મિત્રતા! ભારતમાં કાશમીરની જેમ નોર્થ-ઈસ્ટ પણ બળવાખોરીની ભોગ અનેકોવાર બની ચૂક્યું છે. થોડા વર્ષો પહેલા મિઝોરામમાં બળવો થયો હતો તે સમયે અજીત દોવાલને મિઝોરામમાં ડેપ્યુટેશન આપવામાં આવ્યું હતું. જેમાં અજીત દોવાલે બળવાખોર કમાન્ડરો સાથે મિત્રતા કેળવી હતી. તેમના પત્ની બળવાખોર માટે ખાવાનું બનાવતા અને દોવાલ તેમને જમવા બોલાવતા. આ ઘટના 2 વર્ષ સુધી બનતી રહી. ત્યારબાદ, જ્યારે વર્ષો બાદ બળવાખોરીનું પ્રમાણ વધવા લાગ્યું તે સમયે દોવાલ આર્ની ચિફ સાથે ચિનની સરહદમાં મિઝોરામ લિબ્રેશનના આર્મી ચીફને મળવા ગયા હતા. જેમાં, 7માં 6 મિઝોરામ લિબ્રેશનના કમાન્ડરો દોવાલના મિત્ર હતા. જેના કારણે મિઝોરામ લિબ્રેશન અને ભારત વચ્ચે સમજૂતી થઈ હતી અને બળવાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે ઘટવા લાગ્યું હતું.

----

દાઉદને પકડવાનો પલાન? દોવાલ માટે એક એવી પણ વાત કરવામાં આવે છે કે, દોવાલે દાઉદ ઈબ્રાહિમની પકડવાનો પણ પ્લાન બનાવ્યો હતો. પરંતુ, ભારતીય પોલીસે તેના પ્લાન પર પાણી ફેરવ્યું હતું.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link