Famous Ganesh Temple:આ છે દેશના પ્રખ્યાત ગણેશ મંદિર, દર્શન કરવા માત્રથી મનોકામના થઈ જાય પુરી, જુઓ Photos
ભગવાન ગણેશનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર સિદ્ધિવિનાયક મંદિર મુંબઈમાં આવેલું છે. અહીં દેશ-વિદેશથી લોકો દર્શન કરવા પહોંચે છે. આ મંદિર 1801 માં બનાવવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે અહીં દર્શન કરનાર ભક્તોની ઈચ્છા અચૂક પૂરી થાય છે.
ભગવાન ગણેશને સમર્પિત આ મંદિર તમિલનાડુના તિરુચીરાપલ્લીમાં છે. આ મંદિર 272 ફૂટ ઊંચા પર્વત પર આવેલું છે. આ મંદિર વિશે પણ માન્યતા છે કે અહીં દર્શન કરવા આવનાર ભક્ત ક્યારેય ખાલી હાથ પરત ફરતો નથી.
આ મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં સ્થાપિત છે. આ મંદિરનું નિર્માણ કુલોતુંગ ચોલા દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં દુર દુરથી લોકો દર્શન કરવા આવે છે.
વિશ્વભરમાંથી લોકો આ ગણેશ મંદિરમાં દર્શન કરવા આવે છે. આ મંદિરમાં ભગવાનના ત્રિનેત્ર સ્વરુપના દર્શન થાય છે. ગણેશ ચતુર્થી પર અહીં ભવ્ય મેળો ભરાય છે.
મહારાષ્ટ્રમાં સિદ્ધિવિનાયક મંદિર સિવાય પૂણેમાં શ્રીમંત દગડૂશેઠ હલવાઈ મંદિર પણ પ્રખ્યાત છે. આ મંદિરનું નિર્માણ 1893 માં થયું હતું. આ મંદિરે દર્શન કરનાર વ્યક્તિને દરેક મનોકામના પૂર્ણ થાય છે.