Year Ender 2023: ભારતમાં આ વર્ષમાં સૌથી વધુ સર્ચ થઈ આ 5 વાનગીઓ બનાવવાની રીત, પાંચમીનું નામ જાણી લાગશે નવાઈ
ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી રેસિપી બીજી કોઈ નહીં પણ સ્વાદિષ્ટ અને મસાલેદાર કેરીનું અથાણું છે. દરેક ઘરમાં પોતપોતાની સ્પેશિયલ રેસિપીથી આ અથાણું બનતું હોય છે.
ગુગલ ટ્રેંડમાં બીજા ક્રમે આવે છે ફ્રુટી અને રિફ્રેશિંગ કોકટેલ સેક્સ ઓન ધ બીચ.
તહેવારો દરમિયાન સૌથી વધુ સર્ચ પંચામૃત માટે થઈ હતી. વર્ષ 2023 માં પંચામૃત ત્રીજા નંબરે છે. દૂધ, દહીં, ઘી, મધ અને તુલસીના પાન સાથે બનતો આ પ્રસાદ લોકોએ ખૂબ સર્ચ કર્યો છે.
ચોથા નંબર પર આંતરરાષ્ટ્રીય વાનગી 'હકુસાઈ' છે. આ કોરિયન શૈલીમાં બનેલી મસાલેદાર કોબીની વાનગી છે.
પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પંજીરી સર્ચ લીસ્ટમાં પાંચમા નંબરે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં લોકોને આ હેલ્ધી વસ્તુ ખાવી ખૂબ જ પસંદ હોય છે.