Jamnagar Tourism: જો જામનગર જાવ તો આ 5 જગ્યા જોવાનું ભુલતા નહીં, પિકનિક માટે આ છે બેસ્ટ ઓપ્શન
અનંત અંબાણીએ જામનગરમાં વંતારાની શરૂઆત કરી છે જે જંગલી પશુઓ માટેનું સેન્ટર છે. અહીં ભારત અને વિદેશથી રેસ્ક્યુ કરેલા પ્રાણીઓને રાખવામાં આવ્યા છે અને તેમની દેખરેખથી સારવાર સહિતની ટ્રીટમેન્ટ અહીં થાય છે.
જામનગરની ટુર લાખોટા પેલેસની મુલાકાત વિના અધૂરી ગણાય. આ જગ્યા વાસ્તુકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. તેનું નિર્માણ 19 મી સદીમાં થયું હતું. અહીં સવારે 6 થી રાત્રે 10 સુધી એન્ટ્રી લઈ શકાય છે. અહીં તમે લાખોટા તળાવનો સુંદર નજારો પણ માણી શકો છો.
જામનગરની મુલાકાત લેવાની હોય તો ખીજડીયા બર્ડ સેન્ચુરીની મુલાકાત પણ લેવી. જામનગર શહેરથી 10 કિલોમીટર દૂર કચ્છની ખાડીમાં લગભગ 605 હેક્ટરમાં આ બર્ડ સેન્ચ્યુરી ફેલાયેલી છે. અહીં તમને દેશ-વિદેશના પક્ષીઓ જોવા મળશે.
જામનગરના કોસ્ટલ એરિયામાં ટાઇડલ ઝોન આવેલો છે. જેને ઓગસ્ટ 1980 માં મરીન સેન્ચ્યુરી જાહેર કરવામાં આવી હતી. આ જગ્યા સમુદ્રી જીવોને જોવા માટે બેસ્ટ છે. આ પાર્કમાં જવું હોય તો ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમય ખૂબ જ સારો રહે છે.
પ્રતાપ વિલાસ પેલેસ જામનગર રેલવે સ્ટેશનથી 2 કિમી દૂર આવેલો છે. સૌરાષ્ટ્રના સૌથી શ્રેષ્ઠ મહેલોમાંથી એક આ મહેલ પણ છે. 1907 થી 1915 વચ્ચે આ પેલેસનું નિર્માણ જામ રંજીત સિંહજીએ કરાવ્યું હતું. અહીં સામાન્ય લોકોને સવારે 11:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી એન્ટ્રી મળે છે.