જાણો ક્યાં છે વિશ્વના 5 સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ, બાંગ્લાદેશમાં ક્રિકેટનું સંચાલન કરે છે. તેની સ્થાપના વર્ષ 1972માં બાંગ્લાદેશ ક્રિકેટ કંટ્રોલ બોર્ડના રૂપમાં થઈ હતી. થોડા સમય બાદ તેના નામમાં ફેરફાર કરીને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ કરી દેવામાં આવ્યું હતું. બીસીબી જૂન 2000માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનું પૂર્ણ સભ્ય બન્યું હતું. બાંગ્લાદેશ વર્ષ 2011માં ભારત અને શ્રીલંકાની સાથે આઈસીસી વિશ્વકપનો યજમાન દેશ હતો.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ હાલમાં 51 મિલિયન ડોલરની કમાણીની સાથે વિશ્વનું પાંચમું સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ બની ગયં છે. તેના મુખ્ય પ્રાયોજકોમાં યૂનિલીવર બાંગ્લાદેશ લિમિટેડ, પ્રાનરફલ ગ્રુપ, બ્રેક બેન્ક, તકર એરવેઝ, આમ્ર નેટવર્ક, પૈન પૈસિફિક હોટલ્સ અને રિસોર્ટ્સ સામેલ છે.
પાકિસ્તાનમાં ક્રિકેટનું સંચાલન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. પીસીબીની વર્ષ 1948માં પાકિસ્તાનમાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ 28 જુલાઈ 1952માં તેને વર્તમાન નામ (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ) કરી દેવામાં આવ્યું હતું.
આતંકવાદની ઝપેટમાં આવ્યા અને પોતાની યજમાની દુબઈમાં સ્થાણાંતરીત કર્યા છતાં તેની આર્થિક સ્થિતિમાં સુધાર થયો છે. જેનું મુખ્ય કારણ પાકિસ્તાનમાં ક્રિકેટની રમતની અપાર લોકપ્રિયતા છે. પાકિસ્તાન ટીમના સતત વિદેશ પ્રવાસે પણ પીસીબીને આર્થિક રૂપથી ઘણી મજબૂતી આપી છે.
વર્તમાનમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વિશ્વનું સૌથુ સૌથી ધનિક બોર્ડ છે, જેની કુલ કમાણી 55 મિલિયન ડોલર છે. તેના મુખ્ય પ્રાયોજકોમાં પેપ્સી, યૂનાઇટેડ બેન્ક લિમિટેડ, પાકિસ્તાન ટેલીકોમ્યુનિકેશન કંપની લિમિટેડ અને કૂલ એન્ડ કૂલ મુખ્ય રૂપથી સામેલ છે.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ, ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ક્રિકેટનું સંચાલન કરે છે. તેની રચના 1 જાન્યુઆરી 1997માં કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડ ક્રિકેટ ક્રિકેટનો જન્મદાતા દેશ છે. ઈંગ્લેન્ડ આઈસસી વિશ્વકપની પ્રથમ યજમાની કરનારો દેશ છે. તે આગામી આઈસીસી વિશ્વકપ 2019ની યજમાની કરશે. 59 મિલિયન ડોલરની કમાણી સાથે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ વિશ્વના સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડની યાદીમાં ત્રીજા સ્થાને છે. ઈંગ્લેન્ડમાં ક્રિકેટ અન્ય રમતોની જેમ લોકપ્રિય છે.
ક્રિકેટ દક્ષિણ આફ્રિકા, દક્ષિણ આફ્રિકામાં રમતનું સંચાલન કરે છે. આ ક્રિકેટ બોર્ડને મૂળ રૂપથી વર્ષ 1991માં દક્ષિણ આફ્રિકાના સંયુક્ત ક્રિકેટ બોર્ડના રૂપમાં બનાવવામાં આવ્યું હતું અને બાદમાં તેને ક્રિકેટ દક્ષિણ આફ્રિકાના રૂપમાં બદલી દેવામાં આવ્યું હતું. આફ્રિકા પણ ક્રિકેટને ચાહનારા દેશમાં સામલે છે. $ 79 મિલિયન છે. સીએસએ પોતાની આવત ટેલીવિઝન અધિકારીથી પ્રાપ્ત કરે છે.
ક્રિકેટ આફ્રિકાના મુખ્ય પ્રાયોજકોમાં સ્ટાન્ડર્ડ બેન્ક ઓફ સાઉથ આફ્રિકા લિમિટેડ, મોમેન્ટમ, સનફોઇલ સિરીઝ, કેએફસી, ન્યૂ બેલેન્સ એથલેટિક્સ, કૈસલ લેગર, રામ કરિયર્સ, પોવરડે, ધ બિડવેસ્ટ ગ્રુપ લિમિટેડ, ટિકિટ પ્રો, બિટકો, કોકા-કોલા, બ્લૂ લેબલ ટેલીકોમ, વર્જિન એક્ટિવ, મોમેન્ટમ હેલ્થ, કેમાચ જેસી બામફોર્ડ એક્સાવેટર્સ લિમિટેડ મુખ્ય રૂપથી સામેલ છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભારતમાં ક્રિકેટનું સંચાલન કરે છે. તેની સ્થાપના 1928માં કરવામાં આવી હતી. તેનું મુખ્યાલય વર્તમાનમાં વાનખેડે સ્ટેડિયમ, મુંબઈમાં છે. સીકે ખન્ના બોર્ડના કાર્યવાહક અધ્યક્ષ છે.
ભારતે 1983માં વિશ્વકપ બાદ, ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી ગયો હતો. વર્ષ 2008માં ઈન્ડિયન પ્રીમિયર લીગનું આગમન થયું. બીસીસીઆઈ આ લીગને વિશ્વમાં સૌથી સફળ બનાવી છે. આ લીગના સફળ આયોજનથી બોર્ડની દિશા અને દશા બદલી દઈ છે. આજે વર્તમાનમાં તે સ્થિતિ છે કે બીસીસીઆઈ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ બની ગયું છે. બીસીસીઆઈની નેટ વર્થ 295 મિલિયન અમેરિકન ડોલર છે. જે બીજા સૌથી અમિર બોર્ડની તુલનામાં ચાર ગણી છે.
તેના મુખ્ય પ્રાયોજકોમાં ઓપ્પો ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન, પેટીએમ, નાઇકી, પેસ્ટી, હુંડઈ મોટર કંપની, જનલક્ષ્મી ફાઇનાન્શિયલ સર્વિસ સામેલ છે.