108MP કેમેરાવાળા Top-5 Smartphones, મોટી સ્ક્રીન, શાનદાર બેટરી, આ છે કિંમત

Sun, 29 Aug 2021-8:00 pm,

108MPનો પ્રાઈમરી લેન્સ, 8MPનો અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સ, એક મેક્રો લેન્સ અને એક બ્લેક એન્ડ વ્હાઈટ લેન્સ એટલે કૉડ-કેમેરા સેટઅપ વાળો આ સ્માર્ટફોન તમને 17,999 રૂપિયામાં મળી રહેશે. આ ફોનનો ફ્રન્ટ કેમેરો 16MPનો છે. 6-4 ઈંચનો સુપર એમોલેડ ફુલ-સ્ક્રીન ડિસ્પ્લેની સાથે આ ફોન 6GB RAM અને 128GBની ઈન્ટર્નલ સ્ટોરેજની સુવિધા આપે છે. રિયલમી 8 પ્રો 50Wના ફાસ્ટ ચાર્જિંગ સાથે 4,500 mAhની બેટરી ધરાવે છે. 

મોટોરોલાનો આ સ્માર્ટફોન તમને ટ્રિપલ-કેમેરા સેટઅપ સાથે મળશે જેમાં મેન સેન્સર 108MPનો છે. અલ્ટ્રા-વાઈડ સેન્સર 8MPનું છે અને 2MPનું ડેપ્થ સેન્સર છે. 32MPનો સેલ્ફી કેમેરો, 6.79 ઈંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે, કાલકૉમ સ્નેપડ્રેગન 732G પ્રોસેસર અને 6GB RAM અને 128GB ઈન્ટર્નલ સ્ટોરેજવાળા આ સ્માર્ટ ફોનની ખરીદી કરવી એક સારો વિકલ્પ છે. આ ફોનને તમે ફ્લિપકાર્ટમાં 17,999 રૂપિયામાં ખરીદી શકો છો.

રેડમીનો આ ફોન એમેઝોન પર 19,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. 6GB RAM અને 128GBની ઈન્ટર્નલ સ્ટોરેજ સુવિધાવાલા આ સ્માર્ટ ફોનમાં  512GB વાળું એસડી કાર્ડ પણ લાગી જશે. આ ફોન ક્કૉડ-કેમેરા સેટઅપ સાથે આવે છે જેમાં 108MPનો પ્રાઈમરી કેમેરો, 8MPનો અલ્ટ્રા-વાઈડ એન્ગલ લેન્સ, 2MPનો પોટ્રેટ લેન્સ અને 5MPનો મેક્રો-સેન્સર પણ શામેલ છે. રેડમીનો આ ફોન 33Wના ફાસ્ટ ચાર્જિંગ અને 5020mAhની બેટરી સાથે આવે છે. 

શાઓમી મી 10i 108MPના મેઈન કેમેરા સાથે એક ક્કૉડ-કેમરા સેટઅપની સાથે આવે છે. જેનો ફ્રન્ટ કેમેરો 16MPનો છે.  8GB RAM અને 128GB વાળો આ ફોન 4820mAhની બેટરી અને સ્નૈપડ્રેગન 750G પ્રોસેસરની સુવિધાથી સજ્જ છે. એમેઝોન પર આ ફોન 23,999 રૂપિયામાં મળી રહ્યો છે. 

શાઓમીનો આ ફોન ક્કાલકૉમ સ્નૈપડ્રેગન 888 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. એક ટ્રિપલ-કમેરા સેટઅપની સાથે આવે છે જેમાં પ્રાઈમરી સેન્સર 10 MPનું છે. આ ફોનનો ફ્રંટ કેમેરો 20MPનો છે અને આ 8GB RAM અને 256GBના ઈન્ટર્નલ સ્ટોરેજની સુવિધા પ્રદાન કરે છે. 4520mAhની બેટરી અને 6.67 ઈંચની સ્ક્રીનની સાથે આ સ્માર્ટફોનના લિસ્ટમાં સૌથી મોંઘો સ્માર્ટફોન છે. જેને તમે ફ્લીપકાર્ટમાં 39,990 રૂપિયામાં ખરીદી શકો છો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link