આ 5 વસ્તુ ડાયાબિટીસના દર્દી માટે છે વરદાન, નિયમિત લેવાથી Blood Sugar રહેશે કંટ્રોલમાં
બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે આદુ ઉપયોગી છે. તમે તેના નાના ટુકડા કરીને અથવા તો વાટીને ચામાં કે અન્ય રીતે ઉપયોગમાં લઈ શકો છો. આદુ વાળી ચા પીવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.
એક વાસણમાં એક કપ પાણીમાં એક ઇંચ નો તજનો ટુકડો ઉમેરી બરાબર ઉકાળો. તજ બરાબર ઉકળી જાય પછી આ પાણીને ગાળીને પી જવું. તજની આ ચા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ સારી રહે છે.
એક વાટકીમાં એક ચમચી સૂકી મેથીના દાણા પલાળી દેવા અને સવારે ખાલી ભેટ આ આ પાણી પી જવું. તેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને હાર્ટ પણ હેલ્ધી રહે છે.
લવિંગમાં એન્ટિવાયરલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે. તેનું સેવન કરવાથી પણ ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં પાંચ લવિંગને રાત્રે પલાળી દેવા અને સવારે આ પાણી પી જવું અને લવિંગને ચાવીને ખાઈ જવા.
હળદરમાં અનેક ઔષધીય ગુણ હોય છે. હળદર નો ઉપયોગ અનેક રોગમાં થાય છે તેવી રીતે ડાયાબિટીસમાં પણ કરી શકાય છે. હળદરને તમે પાણીમાં ઉકાળીને અથવા તો દૂધમાં ઉકાળીને પી શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)