Hair Care: ખરતા વાળને અટકાવશે આ 5 સુપરફૂડ, ઝડપથી લાંબા થશે વાળ

Fri, 13 Oct 2023-7:41 am,

પ્રોટીન અને કેલ્શિયમની જરૂરિયાત પુરી કરવા માટે દહીંને ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે.  દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે જે વાળના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે અને માથામાં ટાલ પડવાથી બચાવે છે.

અખરોટ વાળ માટે ફાયદાકારક છે કારણ કે તેમાં વિટામિન ઇ, વિટામિન બી, ઓમેગા-3 ફેટી એસિડ અને પ્રોટીન હોય છે. આ બધા તત્વો વાળને મજબૂત અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. જેનાથી વાળ ખરતા અટકે છે.  

એવોકાડો ફોલિક એસિડ, વિટામિન ઇ અને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. તેના સેવનથી વાળ મજબૂત થાય છે અને ખરતા અટકે છે.

પાલક અને મેથી જેવી શાકભાજીમાં ફાઈબર, ફોલેટ, આયર્ન અને વિટામિન સી હોય છે, જે વાળના સ્વાસ્થ્ય માટે જરૂરી છે, આ વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

ઇંડા વાળ માટે સંપૂર્ણ પોષણનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. તેમાં પ્રોટીન, વિટામિન ડી અને વિટામિન બી12નો સમાવેશ થાય છે, જે વાળને મજબૂત બનાવવામાં અને ખરતા અટકાવવામાં મદદ કરે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link