Famous Temples: આ 5 મંદિરમાં દર્શન કરવા હોય તો પુરુષો માટે ધોતી અને મહિલા માટે સાડી ફરજિયાત, ડ્રેસ કોડ વિના નથી મળતી એન્ટ્રી

Sat, 22 Jun 2024-4:35 pm,

આ મંદિર કેરળના તિરુવનંતપુરમ જિલ્લામાં છે. જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિરમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત છે જે શેષનાગ પર શયન મુદ્રામાં છે. દર વર્ષે દેશ દુનિયામાંથી મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવે છે. આ મંદિરમાં દર્શન માટે ડ્રેસ કોડ અનિવાર્ય છે. દર્શન કરવા માટે પુરુષોએ ધોતી પહેરવી અને મહિલાઓએ સાડી પહેરવી ફરજીયાત છે. 

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરની ભસ્મ આરતી વિશ્વપ્રસિદ્ધ છે. અહીંની ભસ્મ આરતીના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો આવે છે. અહીં પણ ડ્રેસ કોડ અનિવાર્ય છે જેમાં પુરુષોએ ધોતી પહેરવી પડે છે અને મહિલાઓએ સાડી પહેરવી પડે છે. આ ડ્રેસ કોડ વિના આરતીમાં ભાગ લેવાની અનુમતિ આપવામાં આવતી નથી. 

મહારાષ્ટ્રના દોલતાબાદમાં આ મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન શિવની ઘૃણેશ્વર રૂપમાં પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં દર્શન માટે પણ ડ્રેસ કોડ ફરજિયાત છે. અહીં પુરુષોએ દેવ દર્શન કરતા પહેલા ધોતી પહેરવી ફરજીયાત છે. 

તિરુપતિ બાલાજી મંદિર આંધ્ર પ્રદેશના તિરૂપતિ જિલ્લામાં છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુના વૈંકટેશ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ મંદિર 1500 વર્ષ જૂનું હોવાની માન્યતા છે. અહીં પણ દર્શન કરવા આવનાર વ્યક્તિ માટે એડ્રેસ કોડ અનિવાર્ય છે તેના વિના મંદિરમાં પ્રવેશની પરવાનગી આપવામાં આવતી નથી.

મહાબળેશ્વર મંદિર મહાદેવને સમર્પિત છે. આ મંદિર મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલું છે. અહીં શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું. માન્યતા છે કે આ મંદિરમાં રોજ રાત્રે શિવજી આવે છે અને શિવલિંગ પાસે રાખેલી વસ્તુઓનો ઉપયોગ કરે છે. આ મંદિરમાં કોઈપણ વ્યક્તિ દર્શન કરવા માટે જઈ શકે છે પરંતુ ડ્રેસ કોડ અનિવાર્ય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link