Pure Ghee: ઘરમાં આવતું ઘી શુદ્ધ છે કે ચરબીવાળું ? આ 5 સરળ ટ્રિકથી ચકાસો ઘીની શુદ્ધતા

Sat, 21 Sep 2024-1:55 pm,

એક ચમચી ઘી હથેળી પર રાખો. જો હાથની ગરમીથી ઘી થોડી જ સેકન્ડમાં ઓગળવા લાગે તો સમજી લેવું કે શુદ્ધ છે. શુદ્ધ ઘી શરીરની ગરમીથી પણ ઓગળવા લાગે છે. નકલી ઘી વધારે ગરમીમાં જ ઓગળે છે. 

અડધી ચમચી ઘીમાં થોડા ટીપા આયોડિનના ઉમેરો. જો ઘીનો રંગ બ્લુ કે કાળો થઈ જાય તો તેમાં સ્ટાર્ચ ઉમેરેલું હશે. મોટાભાગે ઘીમાં સ્ટાર્ચ ઉમેરીને ભેળસેળ કરવામાં આવે છે. 

એક વાટકીમાં ઘી કાઢી તેને 30 મિનિટ સુધી ફ્રિજમાં રાખો. જો ઘીમાં અલગ અલગ લેયર બને તો તેમાં મીલાવટ કરેલી હશે. શુદ્ધ ઘી એક સમાન કઠોર રીતે જામે છે. 

એક ચમચી ઘીને કોઈ વાસણમાં કાઢીને ગરમ કરો. ઘી તુરંત ઓગળી જશે અને સોનેરી રંગનું દેખાવા લાગશે. જો ઘીનો રંગ સોનેરી હોય તો તે શુદ્ધ હશે. નકલી ઘી ઓગળે ત્યારે તે સફેદ દેખાશે અને ચીકણા અવશેષ પણ બનશે. 

શુદ્ધ ઘીની ખાસ પ્રકારની સુગંધ હોય છે. શુદ્ધ ઘીની સુગંધ તીવ્ર અને તાજગી ભરી હોય છે. તમે થોડું ઘી આંગળીમાં લઈને તેને સૂંઘીને ચેક કરી શકો છો. પરંતુ જો ઘીમાં કોઈપણ પ્રકારની ભેળસેળ હશે તો તેમાંથી સુગંધ નહીં આવે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link