Vastu Tips: પૈસા સંબંધિત આ 5 ભુલ કરે તેના ઘરમાં ન ટકે એક પણ રુપિયો, આવક કરતાં વધારે થઈ જાય ખર્ચા
ઘરમાં હંમેશા તિજોરીને એવી રીતે રાખવી જોઈએ કે તેનું મુખ ઉત્તર દિશામાં ખુલે. એટલે કે તિજોરીને હંમેશા દક્ષિણ દિશાની દીવાલમાં બનાવવી જોઈએ. જે ઘરમાં અગ્નિ ખૂણામાં કે નૈઋત્ય કોણમાં તિજોરી હોય છે ત્યાં ધન ટકતું નથી.
તિજોરી જે રૂમમાં હોય તે રૂમમાં ક્યારેય અંધારું રાખવું નહીં. તિજોરી જે રૂમમાં હોય ત્યાં હવા, ઉજાસ હોય તે ખૂબ જ જરૂરી છે. તિજોરી રાખી હોય તે રૂમમાં અંધારું રહેતું હોય તો ધન ટકતું નથી.
જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ધનની ખામી ક્યારેય ન સર્જાય તો સૂર્યાસ્ત પછી એટલે કે રાતના સમયે પૈસાના વ્યવહાર કરવા નહીં. જે વ્યક્તિ રાતના સમયે ધનની લેતી દેતી કરે છે તેના જીવનમાં ધન ટકતું નથી.
ઘણા લોકો વર્ષમાં એક વખત દિવાળી સમયે જ તિજોરીની પૂજા કરે છે. આ ભૂલના કારણે પણ માતા લક્ષ્મી સ્થાયી થતા નથી. તમે ખર્ચાને ઘટાડવા માંગતા હોય તો તિજોરી પર સ્વસ્તિકનું નિશાન બનાવવું અને દર શુક્રવારે તેમજ ગુરુવારે તિજોરીની પૂજા કરવી.
ધન વધે તે માટે ઘણા લોકો વર્ષમાં મોરનું પીછું રાખી લેતા હોય છે પરંતુ આ ભૂલ ખર્ચ વધારે છે. કારણ કે મોર પંખને બંધ જગ્યામાં રાખી શકાય નહીં. મોર પંખ એવી જગ્યાએ જ રાખવું જે હવા-ઉજાસ હોય. જો તમે પર્સમાં મોર પંખને પેક કરીને રાખો છો તો ધનહાની વધે છે.