Must Boil Vegetables: આ 5 શાકભાજીનો ઉપયોગ કરતા પહેલા પાણીમાં ઉકાળવા જરૂરી, ગંદકી સાફ થશે અને વધી જશે પોષકતત્વો
પાલકને હંમેશા પાણીમાં ઉકાળીને પછી જ ઉપયોગમાં લેવી જોઈએ. પાણીમાં ઉકાળવાથી પાલકમાં રહેલી ગંદકી અને બેક્ટેરિયાનો નાશ થઈ જાય છે. પાણીમાં ઉકાળેલી પાલકને ખાશો તો કેલ્શિયમ અને આયરનનું પાચન સારી રીતે થશે.
બ્રોકલી ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. પરંતુ બ્રોકલીને ખાતા પહેલા પાણીમાં ઉકાળવી જોઈએ. જો બ્રોકલીને કાચી ખાવામાં આવે તો તેમાં રહેલા કેટલાક પદાર્થો થાઇરોડ ફંક્શનમાં બાધા ઉત્પન્ન કરી શકે છે. પાણીમાં ઉકાળવાથી આવા હાનિકારક તત્વ નીકળી જાય છે.
શક્કરિયાને હંમેશા પાણીમાં બાફીને જ ઉપયોગમાં લેવા જોઈએ. બાફેલા શક્કરિયા ખાવાથી આંખને ફાયદો થાય છે. તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધારે છે અને ત્વચાને પણ લાભ કરે છે.
ફણસીનો ઉપયોગ કરતા પહેલા પણ તેને સારી રીતે બાફવી જોઈએ. બાફેલી ફણસી જ પચવામાં સરળ રહે છે. ફણસીને કાચી ખાવામાં આવે તો તે પેટમાં સમસ્યા કરી શકે છે.
બાફેલી શતાવરીનું સેવન કરવાથી પોષક તત્વો વધારે મળે છે. શતાવરી બાફેલી ન હોય તો તે નુકસાન કરે છે પરંતુ બાફેલી શતાવરી સ્કીન, ઈમ્યુનિટી અને હાડકાને ફાયદો કરે છે.