નસોમાં જમાં Bad Cholesterol ને ઘટાડે છે આ 5 શાકભાજી, હેલ્ધી રહે છે હાર્ટ
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે રીંગણનું સેવન કરવું જોઈએ. રીંગણમાં ફાઇબર હોય છે તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે. ફાઇબર આંતરડામાં કોલેસ્ટ્રોલના શોષણને ધીમું કરે છે.
હાઈ ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્ ગુણોથી ભરપૂર કેલ ખાવાથી નસોમાં જમા બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે. તેને આહારમાં સામેલ કરવાથી હાર્ટ હેલ્ધી રહે છે.
શરીરમાં લોકેસ્ટ્રોલનું લેવલ વધી ગયું હોય તો તમે ભીંડાનું સેવન કરો. તેનાથી કોલેસ્ટ્રોલનું અવશોષણ રોકાઈ જાય છે. ભીંડામાં રહેલ ગુણ કોલેસ્ટ્રોલને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે.
બ્રોકલીમાં રહેલ ગુણ સ્વાસ્થ્ય માટે સારા હોય છે. તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. બ્રોકલી ઈમ્યુનિટીને પણ મજબૂત કરે છે.
બેડ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવા માટે તમે પાલકનું સેવન કરી શકો છો. પાલક નસોમાં કોલેસ્ટ્રોલને જામવા દેતું નથી. હેલ્ધી હાર્ટ માટે દરરોજ પાલકનું સેવન કરો.