Worst Food For Kidney: આ 5 ખાદ્યપદાર્થો તમારી કિડનીને બક્ષશે નહીં, ભૂલથી પણ તેનું સેવન ન કરો
વધુ સુગરના સેવનથી ડાયાબિટીસનો ખતરો વધી શકે છે. ડાયાબિટીસ કિડનીની બીમારીનું એક મુખ્ય કારણ છે. ખાંડની માત્રા ઓછી કરવા માટે ઠંડા પીણા, મીઠી ડેરી પ્રોડક્ટ અને મીઠા નાસ્તાના સેવનથી બચો.
હાઈ પ્રોટીન આહારથી કિડનીમાં ગંદકી બહાર કાઢવાનું કામ મુશ્કેલ થઈ શકે છે. તેનાથી કિડની ડેમેજ થઈ શકે છે. પ્રોટીનની માત્રા ઓછી કરવા માંસ, માછલી અને ઈંડાનું સીમિત માત્રામાં સેવન કરો. જો તમે પ્રોટીન સપ્લીમેન્ટ લેતા હોય તો ડોક્ટરની સલાહ લો.
સોડિયમ કિડની માટે નુકસાનકારક થઈ શકે છે. હાઈ સોડિયમ ડાઇટથી કિડનીમાં સોજો આવી શકે છે અને નુકસાન પહોંચે છે. એટલે ઓછા મીઠાંનો ઉપયોગ કરો અને પ્રોસેસ્ડ ફૂડ્સથી બચો
દારૂ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી કિડનીમાં સોજા અને ફાઇબ્રોસિસ થઈ શકે છે. તેથી આલ્કોહોલનું સેવન કરવાથી બચો.
પ્રોસેસ્ડ ફૂડ્સમાં હંમેશા સોડિયમ, સુગર અને સેચુરેટેડ ફેટની માત્રા વધુ હોય છે. તે બધા તત્વો કિડનીના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પ્રોસેસ્ડ ફૂડ્સની જગ્યાએ તાજા ફળ, શાકભાજી અને આખા અનાજનું સેવન કરો.